________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૨૫૫. હોય, જેણે યોગદ્વહન કરેલ હોય, વિહિત નિયત તપશ્ચર્યાદિ કરેલ હોય, તે અધિકારી છે. એ સિવાયના મુનિઓ પણ અધિકારી નથી, એવી શાસ્ત્રની આજ્ઞા છે. સમ્યગ્દષ્ટિ શ્રાવક પણ જે પાપથી ડરનાર હોય છે, તે સમ્યગ્દષ્ટિ સાધુ પાપથી વધારે પ્રમાણમાં ડરનાર હોય. પાપની ભીતિ જોરદાર બની, માટે સાધુ બન્યા ને ? પાપ કરવું ખમાયું નહિ અને પાપ યોગોને તજવાની તાકાત પ્રગટી, એટલે સાધુ થયા ને ? એવા સાધુ, આજ્ઞા વિના તો આ સૂત્રને વાચે જ ક્યાંથી? આ પ્રમાણેના અધિકારી જે સાધુએ આ શ્રી ભગવતીજી સૂત્રનું જ્ઞાન સૂત્રથી પણ પ્રાપ્ત કર્યું હોય, તે સાધુ તે સંસારમાં એટલે કર્મસહિતપણવાળી અવસ્થામાં બેઠેલા હોવા છતાં પણ, મેક્ષસુખની ઝાંખીને અનુભવતા હોય ને? શ્રી ભગવતીજી સૂત્રનું સૂત્રથી, અર્થથી અને ભાવથી જ્ઞાન થયું હોય અને પછી એનું ચિન્તન હોય, તો એવા મુનિના આત્માથી. એને લાગેલાં કર્મો થરથરી થરથરીને વિખૂટાં પડી જવા. માંડે. એવા મુનિથી, ક્ષપકશ્રેણિનું અન્તર્મુહૂર્ત, લાંબા કાળને માટે છેટું રહી શકે નહિ.