________________
૨૩૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
સારાં લક્ષણવાળાઓનું પગલું સારા માટે:
સારાં લક્ષણવાળાનું પગલું પણ સારું મનાય છે. સારાં લક્ષણવાળો જીવ ગર્ભમાં આવે, તે ત્યારથી જ એ જીવનાં માતા-પિતાદિ અનેકવિધ દ્ધિ-સિદ્ધિની અભિવૃદ્ધિને પામે. છે. ભગવાન શ્રી વર્ધમાન સ્વામીજીના પ્રસંગમાં એમ જ બન્યું હતું ને? બાયડી પણ સારાં પગલાંની અને ખરાબ પગલાંની મનાય છે. બાયડી બારણે આવે ત્યારથી સુખસામગ્રી વધે તે તે સારાં પગલાંની ગણાય છે અને સુખસામગ્રી ઘટે તે તે ખરાબ પગલાંની ગણાય છે. પશુઓમાં પણ ઘણી વાર એવું બને છે. લક્ષણવત્તા ઘોડા વિગેરે પશુઓ જ્યારથી આંગણે બંધાય, ત્યારથી તેના માલિકની કીર્તિ વધે, સુખસામગ્રી વધે–એવું પણ બને છે. જયકુંજર હાથીને માટે પણ એમ જ સમજવાનું છે અને શ્રી ભગવતીજી સૂત્રને માટે પણ એમ સમજવાનું છે. જયકુંજર હાથીને આંગણે બંધાય છે, હાથીશાળામાં પણ અલગ અને સારી જગ્યામાં બંધાય છે, જ્યારે શ્રી ભગવતીજી સૂત્રને હૃદયાંગણમાં સ્થાપિત કરવાનું છે. મંગળ ઘોડા અને જયકુંજર વિગેરે જે મંગળનું કારણ બને છે, તે મંગળ શ્રી ભગવતીજી સૂત્રને હૃદયાંગણમાં સ્થાપિત કરવાથી નિપજતા મંગળની પાસે કોઈ વિસાતમાં નથી. પેલા બધા તો તુચ્છ, નાશવન્ત લક્ષ્મી આદિના કારણ રૂપ બને છે અને તેમાં ય અન્તર્ગત નિમિત્ત તે માલિકને પુણ્યોદય હોય છે,
જ્યારે શ્રી ભગવતીજી સૂત્ર જેના હૃદયાંગણમાં સ્થાપિત થાય, તે પરિણામે અનન્ત લક્ષ્મીને સ્વામી બને છે અને એ જ્યાં સુધી સંસારમાં રહે ત્યાં સુધી પણ વિવિધ કૃદ્ધિ-સિદ્ધિઓ