________________
૨૪૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને દેવતાઓમાં પણ રાગ, દ્વેષ, મમત્વ આદિ છે તેમ જ અમુક અમુક ક્ષપશમ પણ હોય છે. એટલે તેમને અમુક ગમી જાય, બહુ ગમી જાય, અમુક ન ગમે, અમુક બીલકુલ ન ગમે-એ વિગેરે બને. જયકુંજર ગમી જાય એવી ચીજ હોય છે. એના અધિષ્ઠાયક દેવતા હોય, એ બનવાજોગ જ છે.
તેમ આ શ્રી ભગવતીજી સૂત્ર પણ દેવતાધિષ્ઠિત છે. દેવતાધિષ્ઠિત વસ્તુને મહિમા વધ્યા કરે છે. પિતાની અધિષ્ઠિત વસ્તુને મહિમા વધે-એવું દેવે કરે. પોતે જેના અધિષ્ઠાયક બન્યા, તેને આદર વધે, તેની પૂજા વધે –એ વિગેરે દેવતાઓને બહુ ગમે. એટલે એ એવું કરતા રહે, કે જેથી પિતે જેના અધિષ્ઠાયક હોય, તેના તરફ લોકેનું આકર્ષણ થાય. આ શ્રી ભગવતીજી સૂત્રને મહિમા પણ ઘણે છે. શ્રી ભગવતીજી સૂત્ર વેચાય છે એવું કઈ શ્રાવક સાંભળે, તે એને આનંદ થાય છે. ગુરૂ મહારાજ પાસે શ્રી ભગવતીજી સૂત્રને વંચાવવાની ઈચ્છા થાય છે ને તરત જ એથી આનંદ પ્રગટે છે. શ્રી ભગવતીજી સૂત્રને સાંભળતાં ય સાંભળવામાં કાંઈક વિશેષ ભાવ રહે છે. આ બધો શ્રી ભગવતીજી સૂત્રને મહિમા જ છે ને? આ મહિનામાં, આ સૂત્રના અધિષ્ઠાયક દેવને પણ હિસે હેય, એ બનવાજોગ જ વસ્તુ છે. બાકી તે શ્રુતના અધિષ્ઠાયક દેવ છે, એ અપેક્ષાએ પણ આ શ્રી ભગવતીજી સૂત્ર દેવતાધિષ્ઠિત છે, એમ માની શકાય એવું છે.