________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૨૪૧
એટલે કે—જયકુંજર જેમ દેવતાધિષ્ઠિત હાય છે, તેમ આ શ્રી ભગવતીજી સૂત્ર પણ દેવતાધિષ્ઠિત છે. દેવતા જેના અધિષ્ઠાયક હોય, તેને દેવતાધિષ્ઠિત કહેવાય છે. દેવતાઓનું અધિષ્ઠાયકપણું, એ કોઈ અસંભવિત બાબત નથી, પણ સુસંભવિત ખાખત છે. મોટે ભાગે કિંમતી વસ્તુઓના અધિષ્ઠાયક દેવા હાય છે. દેવતાઓ કેટલીક વાર તે સામાન્ય પણ પોતાને ગમી જાય એવી વસ્તુના અધિષ્ઠાયક બની જાય છે. દેવતાઓમાં પણ રાગ છે અને દેવતાઓમાં કૌતુકના સ્વભાવ હોય છે—એવું પણ કેટલાક પ્રસંગેામાં જોવાય છે. દેવતાઓને જેના ઉપર રાગ થઈ જાય, મમતા થઈ જાય, તેના તે અધિષ્ઠાયક બની જાય. ઉંચા પ્રકારનાં રત્નાના પણ અધિષ્ઠાયક દેવા હોય છે. માનવામાં હિલૌકિક સુખસામગ્રીની અપેક્ષાએ ચક્રવર્તી ઉંચા છે. એની એ ભૂજાએના એકના એક એક હજાર મળી બે હજાર દેવા અધિષ્ઠાયક હોય છે. ચક્રવર્તીનાં જે ચૌદ રત્નો, તેના પણ એકના એક હજાર-એમ કુલ ચૌદ હજાર દેવા અધિષ્ઠાયક હોય છે. ચક્રવર્તીનાં નવ નિધાનાના પણ નવ હજાર દેવતાઓ અધિષ્ઠાયક હોય છે. દેવાધિદેવ શ્રી તીર્થંકર ભગવાન જ્યારથી કેવલજ્ઞાન પામે છે, ત્યારથી તે તેઓ નિર્વાણ પામે છે ત્યાં સુધીને માટે જઘન્યથી એક કરોડ દેવા તે તેઓની સેવામાં રહે જ છે. યુગલિક કાળમાં જે કાંઈ જોઈ એ તે કલ્પવૃક્ષેાથી મળે છે અને તે કલ્પવૃક્ષા દેવતાધિષ્ઠિત હેાય છે. ચિન્તામણિ આદિ પણ દેવતાધિષ્ઠિત હોય છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ આદિ અનેક મૂર્તિઓના અધિષ્ઠાયક દેવા છે. એટલે દેવતા એનું અધિષ્ઠાયકપણું સાંભળીને મુંઝવા જેવું કાંઈ છે જ નહિ.