________________
૬–લિંગ અને વિભક્તિ :
લિંગ અને વિભક્તિથી યુક્તઃ હવે ચોથું વિશેષણ
વિમરિયુરો” –એવું છે. આ વિશેષણ દ્વારા, ટીકાકાર મહર્ષિ ફરમાવે. છે કે-જયકુંજર લિંગ-વિભક્તિથી યુક્ત છે અને જયકુંજર, જેમ લિંગ-વિભક્તિથી યુક્ત છે, તેમ આ શ્રી ભગવતીજી સૂત્ર પણ લિંગ-વિભક્તિથી યુક્ત છે. તમે જાણતા હશે કે-હાથીનું જે લિંગ હેય છે, તે સદા બહાર રહેનારું નથી હોતું. અમુક પ્રસંગે જ એ બહાર આવે છે ને દેખાય છે. જ્યારે એ લિંગ. અંદર રહેલ હોય છે, ત્યારે એને માટેની જે કુદરતી રચના, તેના દ્વારા કલ્પના કરી શકાય છે કે-લિંગ છે તેમ જ એ રચના ઉપરથી જાણકારે સમજી શકે છે કે આનું લિંગ પુરૂષનું છે, સ્ત્રીનું છે કે નપુંસકનું છે. મનુષ્યજાતિમાં જેમ પુરૂષલિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગમાંથી કઈ લિંગ હોય છે, તેમ પશુઓમાં પણ ત્રણ લિંગોમાંથી કેઈ પણ એક પ્રકારનું લિંગ હોય છે. હવે આપણે આ જ વાત શ્રી ભગવતીજી સૂત્રને અંગે ઘટાવવાની છે. શ્રી ભગવતીજી સૂત્ર પદેથી ભરપૂર છે.. પદ ક્યારે બને છે? પ્રાય વિભક્તિને પ્રત્યય જોડાય ત્યારે..