________________
કિમીશ્નાગ શાસ્મતાના
૨૨૭
પદની વ્યાખ્યા :
પ્રશ્ન લલિત પદપદ્ધતિવાળા વિશેષણથી જ શ્રી ભગવતીજી સૂત્ર લિંગ અને વિભક્તિ યુક્ત છે–એમ સાબીત થઈ જાય છે, કારણ કે-પદ લિંગ અને વિભક્તિ વિનાનું હેતું નથી, તે આ સૂત્ર લિંગ અને વિભક્તિથી યુક્ત છે, એવું જણાવવાની ખાસ જરૂર ખરી?
પ્રશ્નકારનું કહેવું એ છે કે-પદ લિંગ અને વિભક્તિ વિનાનું હોતું નથી, પણ એ વાત વિચારણા માગે છે. વિભક્તિના અન્તવાળ જે શબ્દ, તેને પદ કહેવાય-એવી પણ પદની વ્યાખ્યા થાય છે અને એ દૃષ્ટિએ પ્રશ્નકારે જે દલીલ કરી છે તે બરાબર છે, પરંતુ “પ- અથો અને રાતિ ” એટલે કે–જેના દ્વારા અર્થનું જ્ઞાન થાય, તેને પદ કહેવાય–એ પ્રમાણેની પદ શબ્દની વ્યાખ્યા કરતાં, દેખીતી રીતિએ લિંગ અને વિભક્તિથી રહિત એવા પણ અવ્યયાદિ શબ્દ પણ પદની જ વ્યાખ્યામાં ગણાય અને એથી આ વિશેષણ સાર્થક ઠરે છે.
વળી પહેલાં એ વાત કહેવાઈ ગઈ છે કે–પદની વાતને જણાવ્યા પછીથી પણ ટીકાકાર મહર્ષિ ઉપસર્ગ, નિપાત, અવ્યય, શબ્દ, લિંગ અને વિભકિતની વિભાગવાર વાત કરી રહ્યા છે, કે જેથી પદ અંગે સ્પષ્ટતા થવા સાથે, જેની ઉપમા આપી છે તે જયકુંજરની સાથેની સૂત્રની સમાનતાનું વધુ સ્પષ્ટીકરણ થવા પામે. સમૂહગત વાત કહ્યા પછીથી પણ ભિન્ન ભિન્ન અંશોને લઈને પણ વાત કહી શકાય. એમ કરવાથી, બાધ ચવામાં ઘણી સરલતા થાય છે.