________________
૨૨૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો બીજા પ્રકારે અર્થ :
આ ઉપરાન્ત, શ્રી ભગવતીજી સૂત્ર લિંગ અને વિભતિથી યુક્ત છે–એવા વિશેષણને બીજા પ્રકારે અર્થ પણ થઈ શકે છે. લિંગ શબ્દને “હેતુ” એવો અર્થ પણ થાય છે અને વિભક્તિ શબ્દને “રચના” એ અર્થ પણ થાય છે, આ પ્રમાણેના એ બને ય શબ્દોના અર્થોને ગ્રહણ કરીને જે બેલીએ, તે એમ કહેવાય કે-હેતુઓની રચનાથી યુક્ત એવું આ શ્રી ભગવતીજી સૂત્ર છે. આ અર્થ, શ્રી ભગવતીજી સૂત્રને ઘટી શકે એવું પણ છે. આ શ્રી ભગવતીજી સૂત્રમાં “ પર્વ ?' એવા પણ પ્રશ્નો આવે છે, કે જે પ્રશ્નો દ્વારા ગણધરભગવાન શ્રી ગૌતમસ્વામીજીએ ભગવાનની પાસે હેતુપૂર્વનું સ્પષ્ટીકરણ ઈચ્છયું છે. ભગવાને પણ એવા પ્રશ્નોના ઉત્તરમાં હેતુઓ આપ્યા છે. જે હેતુગમ્ય હેય, તેમાં હેતુઓ જરૂર આપવા જોઈએ. જે હેતુગમ્ય હેય જ નહિ, તેમાં હેતુઓને આપવાનો નિષેધ છે. એટલે ભગવાને પિતાની આ આજ્ઞા પિતાના વર્તનથી પણ સિદ્ધ કરી બતાવી છે. એવા પ્રશ્નોના ઉત્તર રૂપે ભગવાને જ્યાં જ્યાં હેતુઓની શક્યતા હતી, ત્યાં ત્યાં હેતુઓ આપ્યા જ છે.
જ્યાં હેતુઓની શક્યતા જ નહોતી, ત્યાં ભગવાને પણ માત્ર શ્રદ્ધાને પ્રધાનતા આપી છે. એટલે, આ શ્રી ભગવતીજી સૂત્ર હેતુઓની રચનાથી યુક્ત છે–એ પણ અર્થ જે કર હોય, તે તે આ ચોથા વિશેષણ દ્વારા થઈ શકે એ છે પણ આપણે પહેલાં જે અર્થ કર્યો, તે જ અર્થ કરે, એ જ વધારે વ્યાજબી લાગે છે.