________________
બીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
૨૩૫ ભાવ પણ મલિન બનીને ઔદયિક ભાવને જ પુષ્ટ કરનાર બને છે. ઔદયિક ભાવનું જોર ઘટ્યા પછીથી જ પ્રશસ્ત ક્ષાશમિક ભાવ પ્રગટી શકે છે અને પ્રશસ્ત ક્ષાપથમિક ભાવને જે જાળવતાં આવડે, એ ઔદયિક ભાવ ઉપર અંકુશની ગરજ સારે છે. પ્રશસ્ત ક્ષાપથમિક ભાવને આત્મા જે વળગ્ય રહે છે, તો પ્રશસ્ત લાપશમિક ભાવ વધતે વધતે આત્માને એ ક્ષાયિક ભાવને પામવામાં બહુ મદદગાર બને છે. એટલે જયકુંજરની પ્રસિદ્ધિ જ જે આકર્ષે-ગમે, તે સમજવું કે–એ પ્રતાપ ઔદયિક ભાવને છે અને શ્રી ભગવતીજી સૂત્રની પ્રસિદ્ધિ જે આત્મકલ્યાણની દષ્ટિએ ગમી જાય, તે સમજવું કે એ પ્રતાપ પ્રશસ્ત ક્ષાપશમિક ભાવને છે. ધન-સ્ત્રીમાનાપમાન સંબંધી ભાવે ઔદયિક ભાવના ઘરના છે અને એ બધાના સંસર્ગથી છૂટવાના ભા, એ બધાના સંસર્ગથી ક્યારે છૂટાય તથા કેમ છૂટાય-એ વિગેરે ભાવે એ પ્રશસ્ત લાયોપથમિક ભાવના ઘરના છે. ઔદયિક ભાવેને ગૌણ બનાવીને, પ્રશસ્ત ક્ષાપશમિક ભાવને વળગતા જવું જોઈએ. એને બદલે આજે તે મોટે ભાગે ઔદયિક ભાવની રમણતામાં જ રમણીયપણું ભાસે છે.
પ્રશ્ન- પ્રશસ્ત ક્ષાપશમિક ભાવ ક્યારે હય?
પ્રશસ્ત ક્ષાપશમિક ભાવની શરૂઆત સમ્યગ્દર્શન ગુણના પ્રગટીકરણથી મનાય, પરંતુ મન્દ મિથ્યાત્વના કાળમાં પણ ક્ષાપશમિક ભાવની પ્રશસ્તતાની ઝાંખીને અનુભવ થઈ શકે છે. આ પ્રશ્ન પ્રશસ્ત લાયોપથમિક ભાવની ઉચ્ચ કક્ષા કયી?
દર્શનમોહનીયના ક્ષપશમ પછીથી ચારિત્રમેહ