________________
૨૩૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યા
હોય, પણ તેમને ભગવાનના જેવા ઔદ્યાયિક ભાવ ન હોય. માટે તીર્થની સ્થાપના એક માત્ર શ્રી તીર્થંકર ભગવાનેા જ કરે. શ્રી તીર્થંકરનામકર્મના ઉદયને અંગેની સમૃદ્ધિના સુયેાગ પણ એ પરમ પુણ્યવાનાને જ હોય. આવા ઔયિક ભાવની ઇચ્છા કરી શકાય, પણ તે ય પ્રશસ્ત એવા ક્ષયેાપશમ ભાવપૂર્વક જન્મેલી હોવી જોઇએ. દુન્યવી સુખસામગ્રીની ઇચ્છા હોય, તેા શ્રી તીર્થંકરનામકર્મની ઇચ્છા પણ દોષ રૂપ છે. ઔાયક ભાવની સામગ્રીની સફળતા પ્રશસ્ત ક્ષાયે મિક ભાવથી ને ક્ષાયિક ભાવથી:
તીર્થંકર નામકર્મના ઉદ્રય ભગવાનને પેાતાને અંગે શાતાની સામગ્રી મેળવી આપે છે, પણ એનાં વખાણ તેા જગતના જીવાને માટે એ મહા શાતાનું કારણ બને છે એથી છે. અપાયાપગમાતિયના યેાગે શાતાનું કારણ અને છે-એની
આ વાત નથી, પરન્તુ અશાતા માત્રના મૂળને ઉખેડી નાખવાના માર્ગને પ્રરૂપે છે, એ માર્ગને જ વહેતા રાખનારા શાસનને સ્થાપે છે, એ માટે મહા શાતાનું કારણ અને છે–. એમ કહેવું છે. શ્રી તીર્થંકરનામકર્મના વિપાકાય ક્ષાયિક ભાવ પેટ્ઠા થયેથી જ થાય છે. ક્ષાયિક ભાવ આવ્યા વિના તીર્થંકરનામકર્મના વિપાકાય નહિ. એ નામકર્મને પ્રદેશેાદય ક્ષાયિક ભાવ પ્રગટ્યા પહેલાં પણ હોય અને એ પ્રદેશેાયના પ્રતાપ પણ કેવા છે? ચ્યવે ત્યારથી ઇન્દ્રો પણ જેમની સ્તુતિ કરે એવા ! એટલે ખરેખરા વખા લાયક તે એ ઔયિક ભાવ છે. બીજા પણ કેટલાક ઔયિક ભાવે પ્રશંસાને પાત્ર ગણાય છે. જેમ કે—મનુષ્ય ભવ, આર્ય દેશ, આર્ય કુળ,