________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાના
આમ જયકુંજર અજેય શક્તિવાળા હોય છે. એ પેાતે વશ થાય તે જૂદી વાત છે, પણ કાઈ એની સામે જઈને અને એને ડરાવીને કે હંફાવીને તાબે કરી શકે એવું ખનતું નથી. અજેયપણું, એ જયકુંજર હાથીના સ્વરૂપના પ્રકાર અને તે અવ્યય જ રહે છે. તેમ તેનું જય અપનાવવાનું જે સ્વરૂપ, તે પણ અવ્યય છે. શ્રી હલ્લ–વિહલ્લના પ્રસંગમાં આપણે જોઈ આવ્યા કે—જયકુંજરમાં જય અપાવવાની શક્તિ કેવી અદ્ભુત હાય છે. સેચનક પેાતે મર્યો એ બન્યું, પણ જ્યાં સુધી એ જીન્ગેા ત્યાં સુધી શ્રી હુલ્લ–વિહલ્લને એણે હારવા દીધા નહિ અને જય જ અપાવ્યા કર્યાં. શ્રી હુલ્લ–વિહલ્લે જો ભૂલ ન કરી હાત, તો કદાચ કૂણિકના આખા ઈતિહાસ ફ્રી જાત; પણ એ તેા જેવી ભવિતવ્યતા હોય તેવું બને છે.
૨૧૦
જયકુંજરની જેમ શ્રી ભગવતીજી સૂત્રનુંય અવ્યય સ્વરૂપઃ
'
ટીકાકાર મહિષએ · જયકુંજરની જેમ ' એમ કહીને આ બધાં વિશેષણા જણાવેલાં છે, એટલે આ જ વાત શ્રી ભગવતીજી સૂત્રને અંગે પણ જવાની છે. આ શ્રી ભગવતીજી સૂત્ર પણ અજેય સ્વરૂપવાળું છે, તેમ જ જય જ અપાવવાના સામર્થ્યવાળું છે. ન તા શ્રી ભગવતીજી સૂત્રને કાઈ પરાભવ પમાડી શકે અને ન તા કાઈ જેણે શ્રી ભગવતીજી સૂત્રનું સાચું અવલેખન ગ્રહણ કર્યું હોય, શ્રી ભગવતીજી સૂત્રને આધાર રૂપે ગ્રહણ કર્યું હોય, તેને પરાભવ પમાડી શકે. શ્રી ભગવતીજી સૂત્ર પોતે પણ અજેય અને શ્રી ભગવતીજી સૂત્રના આધાર લેનાર પણ અજેય. શ્રી ભગવતીજી સૂત્રને આધાર લેનારો માત્ર અજેય જ બન્યા રહે–એમ પણ નહિ;