________________
બીજે ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૨૧૩
પણું રૂપ સ્વરૂપને તથા પરાભવ નહિ પામવા દેવા સાથે જય જ અપાવવા રૂપ સ્વરૂપને પણ વિનાશ થાય નહિ; એ ગુણ જેમ જેમકુંજરમાં છે, તેમ શ્રી ભગવતીજી સૂત્રમાં પણ છે. આટલા માટે જ “અર્થશર્વાચ’ એમ નહિ જણાવતાં, “કાપિતાશ વપર’–આ પ્રમાણે ટીકાકાર મહર્ષિએ ફરમાવેલ છે. અજેય રહે અને આધાર લેનારને આ લેકમાં પણ અને
પરલોકમાં પણ જય અપાવેઃ આ રીતિએ, ટીકાકાર મહર્ષિ ગુણીના ગુણનું ઉત્કીર્તન કરવાની સાથે, આપણા હૈયામાં પણ શ્રી ભગવતીજી સૂત્ર પ્રત્યે ભક્તિભાવ, હૈયાને સાચે બહુમાનભાવ પેદા કરી રહ્યા છે. એક અગર તે અનેક–એમ ગમે તેટલા મિથ્યાદષ્ટિએ સામે આવે, એ ગમે તેવા વિદ્વાન પણ હોય અને વિચક્ષણ પણ હોય, પરંતુ તેમની તાકાત નથી કે–શ્રી ભગવતીજી સૂત્રના એક પણ પદને તેઓ બેટું કરાવી શકે. શ્રી ભગવતીજી સૂત્રનું આ અજેય સ્વરૂપ છે. એ જ રીતિએ, જેણે આ શ્રી ભગવતીજી સૂત્રનો આધાર બરાબર ગ્રહણ કર્યો છે, તેને પણ હજારે મિથ્યાદષ્ટિ વિદ્વાને અને વિચક્ષણે એકઠા થઈને પણ હંફાવી ને હરાવી શકે, એ લોકે પરાભવ પમાડી શકે, એ પણ શક્ય નથી. આ શ્રી ભગવતીજી સૂત્રમાં એટલું બધું જ્ઞાન ભરેલું છે કે આને બરાબર આધાર જેણે લીધે હય, તે બીજા સૌની યુક્તિઓને આબાદ તેડી શકે, પણ એ જે યુક્તિઓ આપે, તેને બીજે કઈ જ યથાર્થપણે તેડી શકે નહિ. આથી, આ શ્રી ભગવતીજી સૂત્રના
૧૪