________________
૫–શબ્દમાં રહેલી ધનાદારતા :
ત્રીજા વિશેષણમાં શબ્દ સંબંધી વર્ણન ઃ
".
નવાંગી ટીકાકાર તરીકે સુવિખ્યાત થયેલા, પરમ ઉપકારી, આચાર્યભગવાન શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજી મહારાજા, પંચમાંગ સૂત્ર શ્રી ભગવતીજી સૂત્રની ટીકાની રચના કરવાને માટે ઉદ્દત થયા થકા, પહેલાં મંગલની આચરણાને કરીને અને અભિધેયને ઉચ્ચારીને, શાસ્ત્રની પ્રસ્તાવના કરી રહ્યા છે. શાસ્રની પ્રસ્તાવના કરતાં, સમુન્નત જ્યકુંજરની સાથે શ્રી ભગવતીજી સૂત્રને સરખાવવા પૂર્વક, શ્રી ભગવતીજી સૂત્રની સુન્દર પ્રકારની તેમ જ યથાર્થ પ્રકારની પશુ પિછાન કરાવી રહ્યા છે. જયકુંજરની જેમ આ શ્રી ભગવતીજી સૂત્રમાં શું શું છે તેના ખ્યાલ આપતાં, ટીકાકાર મહર્ષિએ આપેલાં સંખ્યાઅન્ય વિશેષણામાંથી, આપણે પહેલા પદ્મપદ્ધતિ સંબંધીના અને બીજા સ્વરૂપ સંબંધીના વિશેષણને અંગે વિચારણા કરી આવ્યા. હવે ત્રીજા વિશેષણમાં, ટીકાકાર પરમિષ શબ્દો સંબંધી ખ્યાલ આપવાને માટે કરમાવે છે કે
66
घनोदारशब्दस्य |
""
જયકુંજરની જેમ આ શ્રી ભગવતીજી સૂત્ર પણ શબ્દોએ કરીને સહિત છે. હાથી શબ્દને કરનારા છે અને શ્રી ભગવતીજી સૂત્ર શબ્દોથી ભરેલું છે. શબ્દોથી સહિતપણું, એટલું જ