________________
૨૨૦
શ્રી ભગવતીજી મૂત્રનાં વ્યાખ્યાનો
માત્ર અહીં બતાવવું છે, એવું નથી; કેવા શબ્દોથી સહિતપણું છે, એ પણ અતાવવું છે. અહીં એટલા માટે જ ફરમાવ્યું છે કે–જયકુંજર જે શબ્દ કરે છે, તે ઘન અને ઉદાર હોય છે; એની મા', શ્રી ભગવતીજી સૂત્રમાં જે શબ્દ છે, તે પણ ઘનપણાની સાથે ઉદારપણાએ પણ સહિત છે. અહીં ઘનષ્ણા દ્વારા શબ્દના ગંભીરપણાના સંગ્રહ કરવામાં આવ્યેા છે અને ઉદારપણા દ્વારા શબ્દના ચારૂપણાના એટલે મનેાહરપણાના કે મધુરપણાના સંગ્રહ કરવામાં આવ્યે છે.
સંગીતના સ્વરમાં ક્યા સ્વની કેનામાં વિશેષતા ?
<
સંગીતમાં સ્વરાને સાત વિભાગેામાં વહેંચવામાં આવ્યા છે. એક ‘ સા ’ વિભાગ, બીજો ‘ રિ ’ વિભાગ, ત્રીજો ‘ ગ ’ વિભાગ, ચોથા ‘મ’વિભાગ, પાંચમા ‘ ૫’ વિભાગ, છઠ્ઠો ‘ધ’ વિભાગ અને સાતમા ‘ની’ વિભાગ છે. તેમાં પહેલા જે સા’ એટલે ષડ્ઝ સ્વર, ‘ રિ’ એટલે રિષભ સ્વર, ‘ગ’ એટલે ગન્યાર સ્વર, ‘ મ’ એટલે મધ્યમ સ્વર ૫' એટલે પંચમ સ્વર, ‘ધ ’ એટલે ધૈવત સ્વર, અને ‘ની’ એટલે નિષાદ સ્વર. આ તમામ સ્વરા જૂદાં જૂદાં પશુ-પંખીઓમાં હોય છે. ષડ્ઝ સ્વરની વિશેષતા મયૂરમાં હોય છે, રિષભ સ્વરની વિશેષતા કુકડામાં હાય છે, ગંધાર સ્વરની વિશેષતા હંસમાં હોય છે, મધ્યમ સ્વરની વિશેષતા ખળદમાં હોય છે અને પાંચમા સ્વર કાયલના છે. કાયલના જે સ્વર, એ જ્યારે વસંત ઋતુ હાય, આંખે માર આવ્યા હાય, ત્યારે ખાસ જાણવા. છટ્ઠો ધૈવત સ્વર સારસના છે અને સૌથી છેલ્લા જે નિષાદ સ્વર છે, તે હાથીના છે.