________________
બીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
૨૨૧
શ્રી કલ્પસૂત્રમાં હાથીના શબ્દનું વર્ણન | હાથીને સ્વર ગંભીર અને મનહર એટલે સાંભળનારને કર્ણપ્રિય બને એ હેય છે. શ્રી કલ્પસૂત્ર, કે જેની રચના પ્રત્યાખ્યાનપ્રવાદ નામના નવમા પૂર્વમાંથી ઉદધૃત કરીને કરવામાં આવેલી છે અને તે પ્રકારની રચના પણ ચૌદ પૂર્વધર એવા યુગપ્રધાન શ્રીમદ ભદ્રબાહુસ્વામીજી મહારાજાએ કરેલી છે, તેમાં શ્રી તીર્થકર ભગવાનની માતાને આવતાં ચૌદ સ્વપ્ન કેવાં હોય છે, તેનું પણ વર્ણન છે. એ ચૌદ સ્વને પકડી હાથી સ્વપ્નના સ્વરૂપનું વર્ણન કરતાં, શ્રી કલ્પસૂત્રમાં, એ હાથીને અંગે એક એવું પણ વિશેષણ વાપરવામાં આવેલ છે કે__“सजलघणविपुलजलहरगज्जिअगंभीरचारुघोषम्।" - આ પદના અર્થને સમજાવતાં, પણ્ડિતપ્રકાષ્ઠ ઉપાધ્યાય શ્રીમદ્દ વિનયવિજયજી મહારાજે ફરમાવ્યું છે કે
"सजलो जलपूर्णस्तस्य हि ध्वनिगंभीरो भवति । एवंविधो यो धनो निविडो विपुलजलधरो महामेघस्तस्य यद्गर्जितं तद्वद् गंभीरश्चारुर्मनोहरश्च घोषः शब्दो यस्य स तथा तम् ।"
એટલે કે–જલપૂર્ણ એ જે મહામેઘ, તેની જે ગર્જના, તે જેમ ગંભીર અને ચારૂ એટલે મનહર હોય છે, તેમ ભગવાનની માતાએ સ્વપ્નમાં જે હાથીને જે, તે હાથીને ઘોષ નામ શબ્દ, તે ગંભીર અને મનહર હતે. પ્રત્યેક શબ્દમાં ગાંભીર્ય અને મહાર્યઃ
અહીં પણ ટીકાકાર મહર્ષિએ એ જ વાત જણાવી છે. જયકુંજરને શબ્દ ગંભીર હોય છે–એમ ઘન” શબ્દના પ્રયેગથી જણાવેલ છે અને જયકુંજરને શબ્દ મનહર એટલે