________________
૨૧૬ ,
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને જાય તે પ્રતિહાર શબ્દ બને. હવે વિચાર કરે કે–ધાતુ તો એક દુ જ હતું, પણ તેને ઉપસર્ગો લાગવાથી પ્રહાર શબ્દય બન્ય, આહાર શબ્દય બન્ય, વિહાર શબ્દય બન્યો, નિહાર શબ્દય બન્યું અને પ્રતિહાર શબ્દય બન્યો. આમ જૂદા જૂદા શબ્દો બન્યા–એટલું જ નહિ, પણ એ શબ્દ પાછા જૂદા જૂદા અર્થવાળા અને પરસ્પરવિરોધી ભાવ જેમાં છે એવા ય અર્થવાળા બન્યા. આહાર શબ્દમાં ને 'નિહાર શબ્દમાં, પરસ્પરવિરોધી ભાવ છે ને ? આહાર કરે
એટલે અંદર નાખવું અને નિહાર કરો એટલે અંદરથી બહાર કાઢવું. તે પણ પાછું ઉલ્ટી કરીને કાઢે તે નિહાર કહેવાય નહિ. જેમ દિવ્યાદિ જે ઉપસર્ગો કહેવાય છે, તેમાં અનુકૂળ ઉપસર્ગો પણ હોય છે અને પ્રતિકૂળ ઉપસર્ગો પણ હોય છે, તેમ આ વ્યાકરણના ઉપસર્ગોમાં પણ એ ઘટી શકે છે. ઉપસર્ગો કેવી પ્રતિકૂલતા પેદા કરે છે, એ તે તમે જોયું. એમ અનુકૂળતા પણ કેવી પેદા કરે છે, એ જૂઓ. ધાતુને જે અર્થ હોય તે જ અર્થ કાયમ રહે અને તેના ભાવમાં વિશેષતા ઉમેરાય, ત્યારે એ અનુકૂળતા પેદા થઈ કહેવાય. જેમ કે ધાતુ ઉપરથી પતિ શબ્દ બને છે. હવે એ જ ધાતુ નિ ઉપસર્ગ સહિત બનવાથી નિપાત શબ્દ અને ૪ ઉપસર્ગ સહિત બનવાથી પ્રપાત શબ્દ બને છે. એ નિપાત શબ્દ અને પ્રપાત શબ્દ, પાત શબ્દને જે અર્થભાવે છે, તેને વેગ જ આપનાર છે. ઉપસર્ગોની જેમ નિપાત કે અવ્યો કઈ પણ ધાતુની સાથે જોડાઈને વાચક કે દ્યોતક બનતા નથી. એને પિતાના અર્થને પ્રગટ કરવાને માટે ધાતુને આશ્રય લે પડતો નથી. પિતે સ્વતન્નપણે પિતાના અર્થને એ પ્રગટ