________________
૨૧૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો
આધારને બરાબર ગ્રહણ કરનાર, પુરૂષાર્થશીલ બનીને, સામે આવેલા કે સામે પડેલા સઘળા ય કુવાદિઓને પરાભવ પમાડીને, જય મેળવી શકે છે. શ્રી ભગવતીજી સૂત્રને સાચી રીતિએ અને સંપૂર્ણપણે આધાર લેનારને, શ્રી ભગવતીજી સૂત્ર બીજી રીતિએ પણ જય અપાવે છે. એ આધારના બળે, એ આધાર લેનારે એવા પુણ્યકર્મને ઉપાર્જે છે, કે જે પુણયકર્મના વિશે ભવાન્તમાં પણ તે રાજાદિક અનેકે ઉપરના જયને પ્રાપ્ત કરી શકે છે. આ તે બાહા જયની વાત થઈ પણ શ્રી ભગવતીજી સૂત્રના આધારે અભુત કેટિને આન્તરિક જય પણ પ્રાપ્ત થાય છે. આન્તર શત્રુઓને દમવામાં અને તેમને જડમૂળથી નાશ કરી નાખવામાં, આ શ્રી ભગવતીજી સૂત્રને આધાર પરમ સહાયક નિવડે છે. કર્મના બળે ટકેલા આન્તર શત્રુઓના ભારેમાં ભારે હુમલાઓને પણ, એ આત્મા, શ્રી ભગવતીજી સૂત્રના આધાર ઉપર સુસ્થિર રહીને હઠાવી શકે છે અને તેની જડ રૂપ કર્મોને જ આત્માથી સદાને માટે વિખુટાં પાડી દે છે. આમાં જે કાંઈ પણ ખામી રહેવા પામે, તે તે આધાર લેનારે આધાર લેવામાં જેટલી ખામી રાખી હેય, તેટલી જ ખામી રહેવા પામે, અથવા તે આધાર લેનાર પિતાના પુરૂષાર્થને ફેરવવામાં અગર પિતાના પુરૂષાર્થને ફેરવી શકવામાં જેટલી ખામી રાખે, તેટલી જ ખામી રહેવા પામે. એટલે શ્રી ભગવતીજી સૂત્રનું જે પરાભવ નહિ પામવા દેવા રૂપ અને જય અપાવવા રૂ૫ સ્વરૂપ છે, તે તો અવ્યય જ છે અને એથી ટીકાકાર મહર્ષિએ આપેલું આ બીજું વિશેષણ પણ પહેલા વિશેષણની જેમ સ્થાને જ છે, એમ કહ્યા વિના ચાલી શકે નહિ.