________________
૨૦૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો
છે, તેમ પેાતાની સામે આવેલાને જય નહિ પામવા દેવા, એ પણ જયકુંજરનાં સ્વરૂપના એક પ્રકાર છે. જયકુંજર જય અપાવનારા પણ હોય છે અને અજેય પણ હોય છે.
જયકુંજરનાં આ અન્ને ય પ્રકારનાં સ્વરૂપે, આપણે સેચનક હાથીના પ્રસંગમાં જોઈ આવ્યા છીએ.
સેચનની અજેયતા :
સેચનક હાથીને પકડવાને માટેના જે પ્રસંગ, તેમાં એવી વાત પણ આવે છે કે–સેચનકે જ્યારે તાપસેાના આશ્રમને ભાંગી નાખ્યા, ત્યારે તાપસે રાવ લઇને મહારાજા શ્રી શ્રેણિકની પાસે ગયા.
તેમણે ત્યાં જઇને શ્રી શ્રેણિકને કહ્યું કે– સર્વ લક્ષણાએ સંયુક્ત એવા એક હાથી છે અને તે રાજાને ચેાગ્ય છે. આપ માણસાને મેાકલા તો અમે બતાવીએ. ’
તત્કાલ શ્રી શ્રેણિક માણસાને લઇને તાપસેાની સાથે ગયા અને ત્યાં જઈને તેઓએ છૂપી રીતિએ રહીને સેચનકના અજાણપણામાં જ સેચનકને બાંધી લીધે, સેચનકને એ પ્રકારે આંધી લઇને તે દરબારમાં લઈ આવ્યા.
સેચનક એમ સપડાઈ તા ગયા, પણ એના ગુસ્સાના પાર રહ્યો નહિ. ક્રોધથી ધમધમતા તે પોતાની સૂંઢને તથા પૂડાને અને કાનને સ્થિર કરીને ચિત્રસ્થની જેમ રહ્યો. આથી શ્રી શ્રેણિક વિગેરેએ માન્યું કે હવે આ કાંઈ ઉપદ્રવ કરશે નહિ.’ એમ માનીને એના પગમાં સાંકળે પણ નાખી નહિ. એટલામાં બીજો બનાવ સેચનકના ગુસ્સાને એકદમ વધારી મૂકે એવા બન્યા. પેલા તાપસેા ખૂશ થતા થતા સેચનક