________________
બીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
૨૦૯
હાથીની પાસે આવ્યા અને તેને તિરસ્કાર કરવા લાગ્યા. તેમણે સેચનક હાથીને કહ્યું કે “ હે દુષ્ટ! અમે તને પાળી– પાષીને માટા કર્યો, ત્યારે અગ્નિ જેમ પેાતાના સ્થાનને ખાળે, તેમ તેં તારા આશ્રયભૂત બનેલા આશ્રમના જ ધાત કર્યાં? તું તે કેવા દુર્મતિ અને ખલેાન્મત્ત થયા. કે–કરેલા ઉપકારને ય ભૂલી ગયા ? તેં અમારા આશ્રમને ભાંગવાનું જે પાપ કર્યું, તેના જ પ્રતાપે તેં આ અન્ધનમાં પડ્યો છું, ”
સેચનકને લાગ્યું કે‘ જરૂર, આ તાપસાએ જ કાઈ તાગડો રચીને મને આવી અવસ્થામાં મૂકયો છે.' એથી સેચનકના ક્રોધ વધી ગયેા. ક્રોધથી તેનું મુખ ને તેની આંખેા રાતાં થઈ ગયાં. તેણે આવેશમાં એવું જોર કર્યુ” કે–કદલીના સ્થંભને ભાંગી નાખે, તેમ તેણે આલાનસ્થંભને ભાંગી નાખ્યા અને બધાં અન્યનાને કાચા સુતરના તાતણાઓની જેમ તેાડી નાખ્યાં. પછી તાપસાને દૂર ફેંકી દઈને, તે સેચનક હાથી વેગથી અરણ્યમાં ચાલ્યા ગયા.
સેચનક હાથીને પકડવાને માટે, અશ્વાઢ થઇને શ્રી. શ્રેણિક પેાતાના પુત્રાને લઇને તેની પાછળ પડ્યા. એને ચામેરથી ઘેરી પણ લીધેા, પરન્તુ તાકાત કોની છે કે–કાઈ સેચનકની પાસે જઈ શકે ? મહાવતાએ ઘણાં ઘણાં પ્રલાલના ખડાં કર્યાં તેમ જ તિરસ્કાર પણ કર્યાં, પરન્તુ સેચનકે એ કશાને ગણકાર્યું જ નહિ. એમ સેચનક હાથીને કોઈ પણ રીતિએ કબજે નહિ કરી શકાવાથી, શ્રી શ્રેણિક ખિન્ન થઈ ગયા. એમાં શ્રી નર્દિષેણે સામે જઈને પ્રયત્ન કર્યો અને પૂર્વભવના સ્નેહસંબંધે એ હાથી વશ થયા, એ વાત તેા કહેવાઈ ગઈ છે.