________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૨૦૭: છે, તેમ આ શ્રી ભગવતીજી સૂત્ર પણ તેની પિતાની હરેક સ્થિતિમાં અવ્યય સ્વરૂપવાળું જ છે. સ્વરૂપનું પરાવર્તન, એ કેટલું બધું શક્ય છે એની શું ટીકાકાર મહર્ષિને ખબર નહોતી? સ્વરૂપનું પરાવર્તન, એ શક્ય છે–એની ટીકાકાર મહર્ષિને ખબર નહતી, એમ તો કઈક મહા મૂર્ખ હોય તે જ કહે. આપણે તો કહીએ છીએ કે-સ્વરૂપનું પરાવર્તન, એ શક્ય છે–એ વાતને પણ ટીકાકાર મહર્ષિ સારી રીતિએ જાણતા જ હતા. એટલે જ અહીં એ વિચાર અથવા પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે–એ મહર્ષિ આવું જાણતા હતા, તે પછી એમણે અવ્યય સ્વરૂપને જણાવનારા વિશેષણને વાપર્યું કેમ? ટીકાકાર મહષિએ તે સમજપૂર્વક જ આ વિશેષણ વાપર્યું છે, માટે આપણે જ વિચાર કરવો પડે અને શોધી કાઢવું પડે કે-જયકુંજરમાં પણ ઘટી શકે અને શ્રી ભગવતીજી સૂત્રના વિષયમાં પણ ઘટી શકે, એવું એ બન્નેનું સ્વરૂપ કયું છે, કે જે સ્વરૂપને યથાર્થપણે કઈ પણ સુજ્ઞ જન અવ્યય તરીકે કબૂલ રાખે. એ પૂરતો જ આ વાતને આટલો વિસ્તાર કરવામાં આવ્યો છે.
જ્ય અપાવનારેય ખરે ને અજેય પણ ખરે: ' જે સ્વરૂપ બે ય પક્ષે ઘટી શકે એવું હેય અને અવ્યય પણ હોય, એને માટે જયકુંજરની ડીક વાત તે તમને શરૂઆતમાં જ કહી પણ દીધી છે. જય જ અપાવે એ જે હાથી, તેને જયકુંજર કહેવાય છે, માટે જય અપાવેએ પણ એક પ્રકારનું જયકુંજરનું સ્વરૂપ જ છે. જય જ અપાવે, એ પ્રકારનું જયકુંજરનું જ સ્વરૂપ છે, તે અવ્યય છે-અવિનાશી છે. જય જ અપાવ, એ જેમ જયકુંવરના સ્વરૂપને એક પ્રકાર