________________
૨૦૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને, પ્રકારનું શોધી કાઢવું જોઈએ, કે જેથી તેના અવ્યયપણાની જે વાત ટીકાકાર મહર્ષિએ ફરમાવી છે, તે સુસિદ્ધ થાય. આપણે જે એવા પ્રકારના સ્વરૂપને અહીં ગ્રહણ કરીએ, કે જે સ્વરૂપના અવ્યયપણાને આંચ લાગે તેમ હોય, તે તે આપણી ટીકાકાર મહર્ષિના કથનને સમજવાની ખામી ગણાય. અહીં “જયકુંજરની જેમ” એવા પ્રકારે અવ્યય સ્વરૂપની વાત કરી છે, માટે આપણે પહેલાં તે જયકુંજરના એવા પ્રકારના સ્વરૂપને નિર્ણય કરવો જોઈએ, કે જે સ્વરૂપ અવ્યય હોય. આમ તો જયકુંજર પિતે જ અવ્યય નથી, તો પછી એનું સ્વરૂપ અવ્યય હોય એવું કેમ બની શકે? બની શકે. જ્યાં સુધી જયકુંજરનું જયકુંજર તરીકેનું અસ્તિત્વ હોય, ત્યાં સુધી તેનું એક પ્રકારનું સ્વરૂપ એવું પણ હોય છે, કે જે અવ્યય હોય. માટે વિચારે કે-જયકુંજરના અસ્તિત્વ પર્યન્ત અવ્યય જ રહે, એવું જયકુંજરનું કયું સ્વરૂપ હાઈ શકે? અહીં કહેવું જ પડશે કે-જયકુંજરનું જય અપાવવા રૂપ જે સ્વરૂપ છે, તે સ્વરૂપ જ્યાં સુધી જયકુંજર જીવતે હોય, ત્યાં સુધી અવ્યય જ રહે છે. જયકુંજર જીવતા હોય ત્યાં સુધી, કેઈની પણ તાકાત નથી કે-એનું જે જય અપાવવા રૂપ સ્વરૂપ છે, તેને તે વિનાશ કરી નાખી શકે. અહીં સ્વરૂપને અવ્યય કેમ કહ્યું?
પર્યાયના પરિવર્તનની દષ્ટિએ દ્રવ્ય માત્રના સ્વરૂપમાં પરિવર્તન આવવું એ શક્ય છે અને તેમ છતાં પણ ટીકાકાર મહર્ષિએ આ બીજા વિશેષણમાં એમ ફરમાવ્યું છે કે-જયકુંજર જેમ ઉપસર્ગના નિપાતના સમયે પણ અવ્યય સ્વરૂપવાળે,