________________
૨૦૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને એવું બોલ્યા કે સમજાય જ નહિ.” આ શું થયું? વ્યાખ્યાન થયું, પણ વ્યાખ્યાનને હેતુ બર આવ્યું નહિ. એ તે શ્રાવકે મર્યાદાવાળા છે, એટલે “બહુ વિદ્વાન” કહે છે, બાકી તો
અક્કલ વગરના છે”—એમ ના કહે? જેમને સંભળાવવાને બેઠા, તેમને જ સમજાય નહિ, તે સંભળાવ્યું શા કામનું? આ વિશેષણ સુત્ર પ્રત્યે આકર્ષણ કરનાર છેઃ
જે લોકે લિષ્ટ પદપદ્ધતિવાળા હોય છે, તેઓનું કથન કર્ણપ્રિય બની શકતું નથી અને લલિત પદપદ્ધતિવાળાઓનું કથન કર્ણપ્રિય બને છે. એટલે લલિત પદપદ્ધતિ પણ ગુણકારી છે. લલિત પદપદ્ધતિ ગુણકારી છે, માટે જ અહીં ટીકાકાર મહર્ષિએ એ વાતનું સૂચન કર્યું છે અને લલિત પદપદ્ધતિ એ પ્રથમ આવશ્યક વસ્તુ હોવાથી, એને જ પહેલા વિશેષણમાં નિર્દેશ કર્યો છે. આ વિશેષણ દ્વારા પણ, ટીકાકાર મહર્ષિએ, આ શ્રી ભગવતીજી સૂત્ર પ્રત્યે વાંચકેનું અને શ્રોતાઓનું આકર્ષણ કર્યું છે. આ વિશેષણને જાણતાં, વાંચકોને અને શ્રોતાઓને એમ થાય કે-આ સૂત્ર મૂળ પણ વાંચવું અને સાંભળવું ગમે એવું છે.