________________
૨૦૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને હેતી નથી અને કિલષ્ટ હોય છે, તે તે પદપદ્ધતિ વાંચકોને માટે અને શ્રોતાઓને માટે અવરોધક નિવડે છે. વાંચકેના વાંચવાના અને શ્રોતાઓના સાંભળવાના ભાવને માટે કિલષ્ટ. પદપદ્ધતિ ઉત્તેજક બનવાને બદલે ઉભગાવનારી, એટલે શિથિલ બનાવનારી નિવડે છે. આથી ગ્રન્થકારેએ જેમ બને તેમાં પિતાના ગ્રન્થની પદપદ્ધતિને લલિત બનાવવાનો પ્રયત્ન કરે. જોઈએ. પદપદ્ધતિના લાલિત્યની ખામી, એ પણ એક પ્રકારની ગ્રન્થની જ ખામી ગણાય છે અને એથી તે ગ્રન્થકારની. ખામી પણ ગણાય છે. વળી, જેઓએ સ્વ–પરના ઉપકારના. જ હેતુથી ગ્રન્થની રચના કરવી હેય અગર કરી હોય, તેઓને એ હેતુ પદપદ્ધતિના લાલિત્ય દ્વારા સારી રીતિએ બર આવી. શકે છે, જ્યારે બીજું બધું સારું હોય પણ માત્ર પદપદ્ધતિ. જ કિલષ્ટ હેય, તે પણ ગ્રન્થની રચનાને હેતુ એટલી સારી રીતિએ બર આવી શકતો નથી. વચનના પ્રિયત્વ માટે લલિત પદપદ્ધતિ આવશ્યક છેઃ
લલિત પદપદ્ધતિ સંબંધી વિશેષણથી ગ્રન્થકારેને જ્યારે આવું સૂચન પણ મળે છે, ત્યારે વ્યાખ્યાતાઓને અને વક્તાએને પણ એવું સૂચન મળે છે કે–તેઓએ વ્યાખ્યા અને વસ્તૃત્વ એવી લાલિત્યપૂર્ણ પદપદ્ધતિથી કરવું, કે જેથી એ શ્રોતાઓને કર્ણપ્રિય બને. એના યોગે શ્રોતાઓ કહેવાતી વાતને રસપૂર્વક સાંભળે અને એથી શ્રોતાઓના અન્તરમાં ગ્રન્થનું મહત્ત્વ અંકિત થવા સાથે, શ્રોતાઓના ભાવલાસની પણ અભિવૃદ્ધિ થવા પામે. વ્યાખ્યાતાને અને વક્તાને જે લલિત પદપદ્ધતિથી વાતને રજૂ કરતાં આવડતું નથી હોતું અને તેને