________________
૨૦૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
જે સ્થલે જે પદ હોય, તેનાથી અધિક ભાવવાહી પદ બીજા કેઈથી તે આવી શકે જ નહિ. શાસ્ત્રની રચના શ્રુતજ્ઞાનિઓ જ કરે. કેવલજ્ઞાનિએ કદી પણ શાસ્ત્રોની રચના કરે નહિ. શ્રી તીર્થંકર ભગવાને અર્થ રૂપે જ નિરૂપણ કરે. એને સૂત્રાત્મકપણે. ગૂંથે તો શ્રુતકેવલિઓ જ. સૂત્રોના રચયિતા, હંમેશને માટે, કૃતજ્ઞાનિઓ જ હોય, પણ કેવલજ્ઞાનિઓ હોય જ નહિ. સાચા પ્રબુદ્ધો સંસારને તજનારા ઃ
આવા શ્રી ભગવતીજી સૂત્રનાં પદોની શ્રેણિ, પ્રબુદ્ધ જનેનાં મનનું રંજન કરે છે. સાચા પ્રબુદ્ધો તેઓ જ છે, કે જેઓએ સંસારને છોડી દીધું છે. સંસારને અસાર જાણીને, તેને ત્રિવિધ ત્રિવિધ ત્યાગ કરનારાઓ જ, સાચા પ્રબુદ્ધ ગણાવાને લાયક છે. જેને જ્યાં સુધી “સંસાર તો હેય જ અને એક મેક્ષ જ ઉપાદેય—એમ લાગે નહિ, તે ત્યાં સુધી અજ્ઞાન છે, બાલ છે. એક મોક્ષને જ સાર સમજીને અને ભગવાને કહેલા મોક્ષમાર્ગને હૈયે સ્થાપીને, આત્મા જેમ જેમ ત્યાગ કરતો જાય છે, તેમ તેમ તે પંડિત બનતું જાય છે. એટલે સંસારને જે અસાર જ માનતો હોય, તે કદાચ સંસારમાં રહેલું હોય તો પણ, સંસારને એ છેડી શકે નહિ તે પણ, તેને તાણવા તનતોડ મહેનત પણ કરે નહિ. સંસારને અંગે જે મહેનત-પ્રયાસ કરે, તે કર્યા વિના ચાલે તેવું ન હોય એથી કરે, જ્યારે કરવાને માટે મહેનત–પ્રયાસ તે મોક્ષને ઉદ્દેશીને જ હોય. સમ્યગ્દષ્ટિ આત્માને, યાવ–સર્વવિરતિ આત્માને આ શ્રી ભગવતીજી સૂત્ર, પિતાનાં પદેથી ખૂશ કરે, જ્યારે મહા મિથ્યાષ્ટિઓ તે, આનાં પદેથી અકળાઈ