________________
૧૯૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન
અને ભાવને નહિ સમજનારને પણ એનું શ્રવણ સુખદ લાગે, મીઠું લાગે. શ્રી ભગવતીજી સૂત્રની લલિત પદ્મપદ્ધતિ એવી જ છે. કેવી ? કાંઈ નહિ સમજનારને પણ સાંભળવાનું ગમે એવી ! તેા પછી, કાઈ કહેશે કે—પ્રબુદ્ધ જનના મનનું રંજન કરનાર છે, એમ કેમ કહ્યું ? એને ખૂલાસા એ છે કે-પદપદ્ધતિ લલિત હાવાથી પહેલી તકે કાને પડતાં કાનને સુખ આપે, પણ પછી પદોના અર્થ અને ભાવ સમજાય નહિ, એટલે એ સુખને ભાગવટા ક્ષણજીવી નિવડે. વળી, જરાક કાનને સુખદ લાગે, એટલા માત્રથી એને મનનું રંજન કરનાર ન કહેવાય. મનનું રંજન કરનાર તા ત્યારે કહેવાય, કે જ્યારે એનું શ્રવણ અગર વાંચન ચાલુ ન હોય, ત્યારે પણ એ પદો એની લલિત પદ્ધતિના પ્રતાપે કાનમાં ગુંજ્યા કરે અને મનમાં રમ્યા કરે. એટલે જ કહ્યું કે—આ સૂત્રની જે લલિત પદ્મપદ્ધતિ છે, તે પ્રમુદ્ધ એવા જે જનેા, તેમના મનનું રંજન કરનાર છે, સૂત્રેાની રચના શ્રુતજ્ઞાનિએ જ કરે પણ કેવલજ્ઞાનિ કદી પણ સૂત્રેાની રચના કરે નહિ ઃ
શ્રી ભગવતીજી સૂત્રમાં કુલ ૨,૮૮,૦૦૦ પદો છે. એ બધાં ચ પદો લાલિત્યપૂર્ણ લાગે છે, કારણ કે એ પદોની ગાઠવણુ રૂપ જે પદ્ધતિ છે, તે લલિત છે. માત્ર સાહિત્યિક દૃષ્ટિએ જ આ બધાં પદો લલિત છે, મનેાહર છે, એવું નથી; સાથે સાથે ભાવની દૃષ્ટિએ પણ, આ બધાં પદ્મ લલિત છે. આ પદ્મોમાં બાહ્ય લાલિત્ય પણ છે અને આન્તર લાલિત્ય એટલે ભાવલાલિત્ય પણ છે. જો એક પણ પદ યથાર્થ રીતિએ હૃદયમાં વસી જાય, એના અર્થ તથા ભાવ હૈયે ઠેસી જાય અને