________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૨૦૧
જાય, ગભરાઈ જાય. જેઓને સંસાર અર્ધપગલપરાવર્ત જેટલા કાલથી પણ ન્યૂન હોય અને પાછા જેઓ ગુરૂકર્મી ન હોય પણ લઘુકમ હોય, એવા જ આત્માઓ શુદ્ધ ભાવપૂર્વક શ્રી જિનવાણીને સાંભળે છે. તેવા આત્માઓને આ શ્રુતજ્ઞાન મુક્તિપ્રાપ્તિની સાધનામાં અવશ્ય લાભદાયક થાય છે, અવશ્ય પ્રેરક થાય છે. જે આત્મા શરમાવર્તમાં આવે, તેને પ્રથમ કાલની પરિપકવતા રૂપ સામગ્રી તો મળી એમ કહી શકાય. એમાં જે એ આત્મા સારા સંયોગોને પામીને પુરૂષાર્થશીલ બને છે, તે તે કર્મને સામને કરી, શુદ્ધ અધ્યવસાયે વડે કર્મોની સ્થિતિને છેદી, રસને ભેદી, પ્રદેશને દહી, સાચે આત્મવેદી બની, બરબાદીની બદીને નાશ કરી, એક માત્ર આબાદીની દુનિયાને જ ઈચ્છુક બને છે. એવા આત્માને જે આ શ્રી ભગવતીજી સૂત્રનું શ્રવણ મળે છે, તો એની સાચી આબાદીની ઈચ્છા ઝટ ફળે છે, કારણ કે-જે આ શ્રી ભગવતીજી સૂત્રનું વિધિપૂર્વક બરાબર શ્રવણ કરાય, તે એ શ્રવણ ત્રણ ભવમાં જ મુક્તિદાયક બને છે. પદપદ્ધતિ આકર્ષક પણ નિવડે અને અવરોધક પણ નિવડેઃ
- લલિત પદપદ્ધતિ સંબંધી આ વિશેષણ ઉપરથી, એ પણ એક સમજવા જેવી વાત છે કે-પદપદ્ધતિ જેમ આકર્ષક નિવડી શકે છે, તેમ અવરોધક પણ નિવડી શકે છે. પદપદ્ધતિ લલિત હોય તે સામાન્ય પ્રકારને ગ્રન્થ પણ વાંચકને માટે અને શ્રોતાઓને માટે આકર્ષક નિવડે છે, જ્યારે ગ્રન્થ વિશિષ્ટ પ્રકારનો હેય, સુન્દર પ્રકારના અવધને કરાવવાના સામર્થ્યવાળે છે, તે પણ તેની પદપદ્ધતિ જે લલિત