________________
–શા પ્રસ્તાવના
૧૯૯
એ પ્રમાણે જીવનને કસીને જે જીવાય, તે એથી ઘેડા જ કાળમાં મુક્તિમાં વસી જવાય. આનું એકે એક પદ મંત્રાક્ષરોથી ગર્ભિત છે, કારણ કે-આની રચના કરનાર અતિશય જ્ઞાની છે. આ પદે મેક્ષપ્રેરક હેવાથી, મેક્ષમાર્ગની જ આરાધનાના પ્રેરક હોવાથી લોકેત્તર છે. જગતને કઈ પણ વિદ્વાન લખે, તે તેમાં પદે તે હેય, કેમ કે-પદેને સમૂહ એ વાકય છે અથવા પાદ છે અને એવાં વાકાના અને પદેના સમૂહથી ગ્રન્થ બને છે. પણ જેને મેક્ષમાર્ગનું સાચું જ્ઞાન નથી, એવા વિદ્વાનનાં લખેલાં પદે કદાચ લાલિત્યવાળાં હોય, તો પણ તે પદે શાશ્વત પદનાં સાધક નથી હતાં અને એથી એ પદે મેક્ષના અભિલાષીઓને માટે મને રંજક બની શક્તાં નથી. મેક્ષના અભિલાષીને તે, મોક્ષનાં અને મેક્ષમાર્ગનાં પ્રતિપાદક પદોમાં જ સારું મનોરંજકપણું લાગે. જેઓનું ભવ્યત્વ વિકસેલું હોય, જેઓ સમ્યગ્દષ્ટિ હેય, તેઓને મોક્ષની સમીપે લઈ જનારાં, મેક્ષની પ્રેરણા કરનારાં પદે ખૂબ જ ગમે. શ્રી ભગવતીજી સૂત્ર એ મોક્ષગામી, મેક્ષમાર્ગના સાચા જ્ઞાતા, મેક્ષમાર્ગના પરમ આરાધક એવા મહાપુરૂષે ગ્રથિત સૂત્ર છે. આ સૂત્રની રચના, મેક્ષની પ્રાપ્તિ થાયએ જ એક હેતુથી થયેલી છે, તેથી આનાં પદ-સઘળાં ચ પદો મેક્ષમાં પ્રયાણ કરાવનારાં જ ગણાય. જે શાસ્ત્રનાં પદો મોક્ષની પ્રેરણા કરનારાં, મેક્ષની સાધનામાં મદદ કરનારાં, મેક્ષની સાધનાનાં સાધનેને મેળવી આપનારાં ન હોય, તે શાસ્ત્રની ગણના મેક્ષપ્રતિપાદક શાસ્ત્ર તરીકેની થઈ શકે જ નહિ; કારણ કેપદસમૂહાત્મક વાક્યોને કે પદેને સમુદાય, એ જ ગ્રન્થ છે. આ સૂત્રનાં પદે તે સર્વોત્કૃષ્ટ કૃતજ્ઞાનીનાં રચેલાં છે, એટલે