________________
બીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
૧૧૯
–એવા નિર્ણય કર્યો હતા. રાજ્ય કોને આપવું ?–એની ચિન્તા રાજાએ એટલા માટે કરતા હતા કે–એમના હૈયે પેાતાના કુળનું હિત પણ વસેલું હતું અને પ્રજાનું હિત પણ વસેલું હતું. બન્નેનું હિત જેનાથી સૌથી સારૂં સધાશે–એમ લાગે, તેને રાજાઓ રાજગાદી સોંપતા. પ્રાયઃ એમાં તે મેહને ફાવવા દેતા નહિ. આવા ક્રમ, પ્રભુના શાસનમાં પણ છે. આચાર્યો પોતાના પદે યાગ્ય આત્માઆને જોઇને સ્થાપે. આચાર્ય શ્રીમત પ્રભવસ્વામીજીએ શ્રી શŻભવસૂરિજીને જોઇને જ મેળવ્યા હતા અને શ્રી આર્યરક્ષિતસૂરિજી દ્વારા શ્રી ફલ્ગુરક્ષિતજીને જે આચાર્યપદ અપાયું હતું, તે પણ તેમની ચેાગ્યતાને જોઈને જ અપાયું હતું. એવા તે આ શાસનમાં ઘણા પ્રસંગેા બનવા પામેલા છે અને બને છે,
જેના સા માટે તે જ દુશ્મન અન્યા ઃ
મહારાજા શ્રી શ્રેણિકે નિર્ણય કર્યો કે હવે આ રાજ્ય ણિકને સોંપવું.’ કૃણિકને રાજગાદીએ સ્થાપિત કરી દીધા પછીથી, પાતે સ્વતન્ત્રપણે કોઇને ય કાંઈ આપી શકે નહિ, એ માટે શ્રી શ્રેણિકે, કણિકને રાજગાદી આપતાં પહેલાં જ શ્રી હુલ્લ—વિહલ્લને અઢાર ચક્રના હાર તેમજ સેચનક હાથી –એ અને ચ વસ્તુઓ આપી દીધી. મહારાજા શ્રી શ્રેણિક આમાં દૂરંદેશી વાપરી હતી, પરન્તુ પરિણામ વિપરીત આવ્યું. કૃણિકના જાણવામાં આવ્યું કે—હાર અને હાથી હલ્લ–વિહલ્લને અપાઈ ગયા; પણુ તેના જાણવામાં એ આવ્યું નહિ કે પોતાને રાજ્ય આપવાને અંગેની પિતા તરફની આ પૂર્વતૈયારી છે. કૂણિકના હૈયામાં એવા એક દૃઢ ભ્રમ પેદા થઈ ગયેલા હતા