________________
૧૭૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાના
હસમુખેા કપિલ, તે દાસી ઉપર રાગવાળા અન્યા! અને તે દાસી પણ આ કપિલમાં અનુરાગવતી બની. એ બન્નેના એ રાગ એટલી હદે પહેાંચી ગચે કે એ બન્નેની વચ્ચે કામક્રીડાના સંબંધેા પણ થવા લાગ્યા.
સ્રીજનના સંસર્ગથી દૂર રહેવું :
ખરેખર, યુવાનોને માટે સ્રીજનનું સાનિધ્ય, એ આન્તર શત્રુ એવા કામને જન્મવાને માટેનું અને કામને જોર કરવાને માટેનું સ્થાન છે. યુવાનીને દીવાની કહેવામાં આવે છે, તે આ માટે જ ! આથી, યુવાન માણસે જો શીલસંપન્ન બન્યા રહેવું હાય, તા સ્ત્રીજનના સંસર્ગથી અલગ રહેવું, એ જ સલાહભર્યું છે. સ્ત્રીજનના સંસર્ગમાં કામ કેવી રીતિએ પેદા થઈ ને ક્રમે ક્રમે પેાતાની કળાને ખીલવે છે, તેની કેટલાક યુવાનાને તે વખતે ખબર પણ પડતી નથી. આજે કેટલાક ચુવાના કહે છે કે યુવતીઓની સાથે માત્ર બેસીએ–ઉઠીએ, એમાં વાંધા શે ? એની સાથે વાત કરીએ, એમાં વાંધા શે ? એની સાથે હરીએ–ફરીએ, એમાં વાંધાશે ?' પણ તેને ખખર નથી હોતી કે—એમાં પણ પ્રાયઃ કામ જ પ્રસાર પામી રહ્યો હોય છે. એવા યુવાના એટલા વિચાર તા કરે કે અન્ય યુવતીઓની સાથે જેટલું બેસવા—ઉઠવાનું, વાતચીત કરવાનું અને ફરવા—હરવાનું ગમે છે, તેટલું યુવાનોની સાથે બેસવા–ઉઠવાનું, વાતચીત કરવાનું અને કવારવાનુ ગમે છે ખરું ? તમારૂં હૃદય જો એની સાથે નિર્દોષભાવે મળ્યું છે, તેા કાઈ યુવાન સહાધ્યાયી, મિત્ર સાથે એવું કેમ નથી મળ્યું ? માટે ભાગે એવું બને છે કે જેટલું આકર્ષણ