________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૮૭
વાત આ વખતે યાદ આવે છે. ઘડા ઉપર છત્ર ધરેલું હેયએવી હાલતમાં ઘડેસ્વાર થઇને નગરના માર્ગોમાં ઈચ્છાનુસાર ફરી શકાય-એવી સમૃદ્ધિને અનુલક્ષીને જ એની માતાએ એને ભણવાને માટે મોકલ્યો હતો અને એવી સમૃદ્ધિને અનુલક્ષીને જ કપિલ અહીં ભણવાને માટે આવ્યું હતું, એ વાત યાદ છે ને? એ જે ખરાબ બીજ પડેલું, તે પણ આ વખતે કપિલને સતાવે છે અને એ સેનયાને બદલે એક હજાર સેનૈયા માગવાને વિચાર કરાવે છે. લાખ સેનૈયાની ઈચ્છા :
એક હજાર સયાને માગવાને વિચાર પણ નિર્ણયના રૂપમાં આવી શકતો નથી. એ વિચારેય ટકી શકતો નથી. એને થાય છે કે-“એક હજાર સેનૈયાથી પણ થાય શું? એટલા ધનમાં કાંઈ સંતાનના વિવાહ આદિના ઉત્સવો થઈ શકે નહિ, માટે એક લાખ સેનયા માગી લઉં; અને એમ કરું એમાં જ હું યાચના કરવામાં ચતુર છું- એવું ગણાય.” કરોડ-સે કરેડ-હજાર કરેડ સેનૈયાની ઈચ્છાઃ
એક લાખ નૈયાને માગવામાં પોતાના યાચનાચતુરપણાને માનવા છતાં પણ, તે કપિલ એટલું માગવાના વિચાર ઉપરેય સ્થિર થઈ શક્યો નહિ. એને પાછો વિચાર આવ્યો કે-એક લાખ સેનૈયામાં હું મારા મિત્રોને ઉદ્ધાર શી રીતિએ કરી શકું? મારા બધુઓને ઉદ્ધાર શી રીતિએ કરી શકું? અને અન્ય દીનજનોને ઉદ્વાર પણ શી રીતિએ કરી શકું? માટે એક કરેડ સેનૈયા માગું! ના, ના, સે કરેડ સેનૈયા માગું! અરે, એમેય નહિ, એક હજાર કરોડ સોયા જ માગું!”