________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૮૫
રાજાની રજા લઈને અશક વનમાં ગયે. કપિલની વિચારણામાં કેનું પ્રતિબિમ્બ ?
હવે અશોક વનમાં જઈને, કપિલ એકચિત્ત એ વિચારવા લાગ્યું કે મારે રાજાની પાસે માગવું શું?” અહીં કપિલે જે વિચારણા કરી છે, તે ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. સંસારના જીવોની મનોવૃત્તિનું કપિલની વિચારણામાં પ્રતિબિમ્બ પડેલું છે એમ કહીએ તો પણ ચાલે; અને તેના અન્ત ભાગમાં મહાપુરૂષોના મહભાવનું એમાં પ્રતિબિમ્બ પડેલું છે-એમ કહીએ તે પણ ચાલે. સંસારના પ્રેમીના વિચારેને ઢાળ કેવો હોય-એ પણ કપિલની વિચારણામાંથી જાણવા મળે છે અને વિવેકી આત્માઓના વિચારેને ઢાળ કે હેય—એ પણ કપિલની વિચારણામાંથી જાણવાને મળે છે. મળવાની સંભાવના લાગી નહતી માટે ઈચ્છા નહતી :
કપિલની વિચારણાની શરૂઆત બે માસા જેટલા સુવર્ણથી શરૂ થાય છે, કારણ કે-એ દાસીને ઘરેથી નીકળે ત્યારે માત્ર બે માસા સુવર્ણની આશાએ જ નીકળ્યો હતો, પણ એ વખતે એને માત્ર બે માસા જેટલા જ સુવર્ણની આશા અને ઈચ્છા કેમ હતી? એથી અધિક મળવાની સંભાવના લાગી નહતી માટે ! જે અધિક મળવાની સંભાવના લાગી હતી, તે અધિક મેળવવાની ઈચ્છા થાત અને અધિકની આશા બંધાત. જે કેઈ ડું માગે અથવા ડુંક જ મેળવવાની આશા રાખે, તેમનામાં અધિકની ઈચ્છા જ નથી—એમ માની લેવા જેવું નથી. મળવાની સંભાવનાને અભાવે, ઘણું ઘણું અથવા તો બધું ય મેળવવાની ઈચ્છા દબાઈને પડી રહેલી હોય છે. જેમ