________________
ખીને ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૯૧
પેાતાના માથાના વાળાને લેાચ કરીને ઉખેડી નાખે છે અને દેવતાએ ત્યાં જ અર્પિત કરેલા મુનિવેષને તેઓ ધારણ કરે છે.
શ્રી કપિલ મુનિવર, એ પછીથી, રાજાની પાસે આવ્યા. રાજાએ પૂછ્યું કે શું માગવાના વિચાર કર્યાં ?’એટલે શ્રી કપિલ મુનિવરે પહેલાં પેાતાના મનમાં જે જે તરંગા ઉઠ્યા હતા, તે સર્વ કહી સંભળાવ્યા અને અન્તે કહ્યું કે
“ચા હામસ્તથા તેમો, હામાોમઃ પ્રવતે । द्विमाष्या चिन्तितं कार्य, कोट्यापि न हि निष्ठितम् ॥" એટલે કે—જેમ જેમ લાભ થાય, તેમ તેમ લેાભ વધે છે; લાભથી લાભ વધે છે અને એથી જ એ માસા સુવર્ણથી ચિન્તવેલું કાર્ય, કરાડ સાનૈયાઓથી પણ નિષ્ઠિત થયું નહિ.
શ્રી કપિલ મુનિવરના એ વૃત્તાન્તને સાંભળીને, રાજા પણ વિસ્મિત થયા. તેણે કહ્યું પણ ખરૂં કે− તમને હું કરોડ સામૈયા પણ આપું છું, તો તમે વ્રતને મૂકો અને ભાગાને ભાગવા, કારણ કેતમારૂં આ વ્રત તમને શું ફળ આપશે, તેના કાઈ જામીન નથી.
આની સામે, શ્રી કપિલ મુનિવરે રાજાને કહ્યું કે–‘ રાજન્! આ અર્થ અનર્થીને આપનારા છે, એટલે સાનૈયાઓથી મારે સર્યું! હું તે। નિગ્રન્થ થયેલા છું, માટે હે ભદ્ર ! તમને ધર્મલાભ હા ! ’ રાજાને આ પ્રમાણે કહીને શ્રી કપિલ મુનિવર ત્યાંથી નીકળી ગયા અને નિર્મળ, નિઃસ્પૃહ તથા નિરહંકારી અન્યા થકા તે વિહરવા લાગ્યા.
એ પ્રમાણે વ્રતનું સુન્દર પ્રકારે પાલન કરનારા મહામુનિ શ્રી કપિલનેા દીક્ષાપર્યાય જ્યાં માત્ર છ જ મહિનાના થયા, ત્યાં તે તેમને ઉજ્વલ એવું કેવલજ્ઞાન પ્રગટ થયું.