________________
૧૯૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો
આ વૃત્તાન્તને વાંચતાં ને સાંભળતાં શું થાય?
ખરેખર, જ્યારે પરિવર્તન આવવા માંડે છે અને આવે છે, ત્યારે તે કેટલી બધી હદ સુધીનું સુન્દર પણ હોઈ શકે છે, તેને આ પણ એક દાખલે છે. પરિવર્તન આવ્યા બાદ અન્તર્મુહૂર્તમાં પણ પિતાના કેવલજ્ઞાનને પ્રગટાવનારા પુણ્યવા થઈ ગયા છે. આવું વાંચીએ અને સાંભળીએ, તે વખતે તે હેજે થઈ જાય કે-“અનન્તાનન્ત કાલથી સંસારમાં ભટકવા છતાં પણ, હજુ આપણે એવા અન્તર્મુહૂર્તને નથી પામી શક્યા, કે જે અંતર્મુહૂર્ત આપણને ક્ષાયિક ભાવેના સ્વામી બનાવી દે!
એક બ્રાહ્મણને છોકરે, દરિદ્રી, મફતનું ખાનારે ને મફતનું ભણનારે, એમાં દાસી ઉપર મેહિત થઈ જનારે, દાસી ઉપર મેહિત થઈને દાસીના દુઃખે દુઃખી થનારે, દાસીના સુખ ખાતર રાત્રિના પણ દાન મેળવવાને નીકળનારે અને હજાર કરોડ સેનૈયાની ઈચ્છા સુધી પહોંચી ગયેલો–આવે પણ માણસ, વિચારેની દિશા પલટાતાં એકદમ સાધુ બને, સાધુ બન્યા પછી પણ રાજા કરેડ સેનયાને આપવાને તૈયાર થાય તે ય તેને અનર્થકારી કહે અને લીધેલા સાધુપણાને એવી રીતિએ પાળે કે માત્ર છ જ મહિનામાં કેવલજ્ઞાનને ઉપાર્જ, આ વાત આપણને કેટલા બધા ઉત્સાહિત બનાવે, એવી છે ? આવા વખતે તે, ખાસ કરીને એમ થઈ જાય કે–આપણને એવું તે શું નડે છે, કે જેથી આપણામાં હજુ પણ એ ભાવ પ્રગટ નથી?
વળી, આ ઉપરથી એ વાત પણ ધ્યાનમાં લેવા જેવી છે કે કયી વખતે કયા જીવમાં કેવા પ્રકારનું પરિવર્તન આવશે,