________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૮૯
એ પાપકર્મોના ઉદય વખતે તમારી કેવી દશા થશે, એને વિચાર કરે. લેભ ઉપર અને મમત્વભાવ ઉપર કાબૂ આવે, એ માટે પરિગ્રહ પરિમાણ વ્રત છે. પરિગ્રહને સર્વથા ત્યાગ નહિ કરી શકનારે પણ, પરિણામે પરિગ્રહના સર્વથા ત્યાગી બની શકાય તેમ જ પરિગ્રહમાં બેઠેલા છતાં ય પરિગ્રહ મુંઝવી શકે નહિ, એ માટે પરિગ્રહ પરિમાણ વ્રતને ગ્રહણ કરવું જોઈએ. પરિગ્રહ પરિમાણ વ્રતને ગ્રહણ કરવાને અંગે વિચારણા કરવાને બેસે, તે વખતે પણ કપિલના જેવી વિચારણા આવવાને સંભવ છે, એટલે એમાં ય સાવધગીરી રાખવાની જરૂર છે. કપિલની વિચારણામાં આવેલા પલટે:
હવે કપિલની વિચારણા કે પલટો લે છે, એ જૂઓ. એક હજાર કરોડ સેનમા માગવાની ઈચ્છા સુધી કપિલની વિચારણું પહોંચી ગઈપરંતુ તે જ વખતે કપિલના કેઈ શુભ કર્મના ઉદય યોગે, કપિલની જે બુદ્ધિ હતી, તે સુન્દર પરિણામેવાળી બની ગઈ, કારણ કે-બુદ્ધિ કર્માનુસારિણી હોય છે. એથી કપિલ પિતાની ચાલુ વિચારણાના પ્રવાહને થંભાવી દે છે અને પિતાની વિચારણાના પ્રવાહને હવે એથી ઊલટી દિશાએ વાળે છે.
કપિલ વિચાર કરે છે, પોતાની કરેલી વિચારણાનું સિંહાવકન કરતાં વિચાર કરે છે કે-“અહો! માત્ર બે માસા જ સુવર્ણની પ્રાપ્તિમાં મને જે સંતોષ હતો, તે સંતોષ અત્યારે કરેડ પણ સેનૈયાની પ્રાપ્તિમાં મને નથી. જાણે એનાથી ભય પામીને જ એ ભાગી ગયે છે.”
વાત સાચી છે, કારણ કે-દાસીને ઘરેથી જે વખતે