________________
૧૮૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો લોભને વશ પડેલાએની થતી દુર્દશઃ
કપિલની આ વિચારણા, સંસારના પ્રેમિઓના વિચારેને ઢાળ કેવો હોય છે, એનું પ્રતિબિમ્બ પાડે એવી જ છે ને? તમને પણ કઈ કઈવાર આવી વિચારણાને કદાચ અનુભવ થયો હશે. લાભની સંભાવના માત્રથી પણ લોભ કે વધે છે, એના અનુભવથી તમે અલગ નથી, પણ પરિગ્રહને પ્રેમ હોવાથી, લોભની વિટમ્બનાને તમે વિચાર જ પ્રાયઃ કરતા નથી અને કોઈ વાર જરા વિચાર આવી જાય છે, તે પણ પાછું એમ થાય છે કે-આપણે આટલું આટલું તે જોઈએને? - તમને જે તમારી ઈચ્છા મુજબનું મળી જાય તેમ હોય, તે ખરેખર તમે કપિલને પણ ટપી જાવ, એ બનવાજોગ નથી લાગતું? “લોભને થોભ નથી”—એમ જે કહેવાય છે, તે
ટું નથી. લેભને વશ પડેલાઓ અમસ્તા અમસ્તા પણ કેટકેટલી ય નિરર્થક, નિષ્ફળ અને નુકશાનકારક વિચારણા કરે છે, તો જે લાભની સંભાવના પૂરેપૂરી લાગે, તે તો એ વિચારણાઓ કેટલે સુધી પહોંચે, એ કહી શકાય જ નહિ. “જીવવાનું થોડુંને ચાળા ઘણા–એ આ ખેલ છે. મરવાનું નક્કી છે અને મર્યા બાદ આમાંનું કાંઈજ સાથે આવવાનું નથી એ ય નક્કી છે, એમ જાણવા છતાં પણ માણસ આ જીવનમાં કેટકેટલી ધન-ધાન્યાદિ સામગ્રીને સંચય કરવાને ઈચ્છે છે? પછી એ લેથી, લેભે જન્માવેલી વિચારણાઓથી, લેબે કરાવેલી પાપપ્રવૃત્તિઓથી અને પૂર્વનું પુણ્યને વશ જેટલું મળ્યું હોય તેના મમત્વથી જે કાંઈ પાપકર્મોને ઉપજ્યાં હોય, તે ભેગવવાનાં કેને? તમારું કર્યું તે તમારે જ ભેગવવું પડે ને?