________________
૧૮૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો અગ્નિ ઉપર રાખ નાખી મૂકી હેય તેમ ! પણ જેમ જેમ માત્ર મળવાની સંભાવના જ વધતી જાય છે, તેમ તેમ ઈચ્છા પ્રગટ થયે જ જાય છે. મળવાની સંભાવના લાગે અને ઈચ્છા પ્રગટે નહિ, તે માનવું કે-ગુણ પ્રગટ્યો છે. બાકી છે માગે કે થોડું મેળવવાની આશા રાખે, એટલા જ ઉપરથી “ગુણ પ્રગટ્યો છે”—એમ મનાય જ નહિ. બે માસા સેનાને બદલે સે સેનૈયાની ઇચ્છા
કપિલ માટે માગે તે મળવાની સંભાવના ઉપસ્થિત થવા પામી છે, એટલે એની ઈચ્છા કે વેગ પકડે છે, એ જૂઓ ! એને વિચાર થાય છે કે “હું જે બે માસા સુવર્ણ માગું, તે એથી. માત્ર અન્ન-વસ્ત્રાદિક મળે; પણ એટલાથી વળે શું? રાજા હું જે માગું તે આપવાનું કહે છે, તે પછી સે સેનૈયા જ માગી લઉં. જ્યારે યાચના કરવી જ છે અને યાચના કર્યા મુજબ મળે તેમ છે, તે ઓછું શું કામ યાચવું?” હજાર નૈયાની ઈચ્છાઃ
આમ બે માસા જેટલું સુવર્ણ માગવાની ઈચ્છા, સો. સેનૈયાએ પહોંચી. સે સેનેયાએ પહોંચીને પણ એ ઈચ્છા અટકી નહિ, કેમ કે-“માગ્યું મળશે ”—એવો ખ્યાલ આવ્યો છે. સે નૈયા માગું–એ વિચાર કર્યા બાદ, સે સેનયામાં શું શું આવી શકે તેમ છે–એને કપિલને વિચાર આવ્યો અને એથી એને થયું કે સો નૈયા મળે, એથી કાંઈ વાહન વિગેરેની સમૃદ્ધિ ન થાય, માટે હું એક હજાર સેનૈયા જ માગી લઉં, કે જેથી જે ઈષ્ટ અર્થની પ્રાપ્તિને માટે હું આ નગરીમાં આવ્યો છું, તેની પ્રાપ્તિ થાય.” એને એની માતાની