________________
-
=
૧૮૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો એમાંથી જ ઉગરી જાય છે એટલું જ નહિ, પણ આ નિમિત્તે તે એ સાચી સંપત્તિની સંપ્રાપ્તિઓના માર્ગે ચઢી જાય છે. દુઃખ પણ જે પુણ્યાનુબંધી પાપના ઉદયથી આવ્યું હોય અને જીવની ભવિતવ્યતા સારી હોય, તે આપત્તિએ તે સંપત્તિની વેલડીઓની ગરજ સારનારી નિવડે છે. જણાય કે- આપત્તિ આવી, અને પરિણામ સંપત્તિની પ્રાપ્તિમાં આવે. ' કાપલ ઉપર રાજાનો દયાભાવ :
રાજાએ પૂછતાં, કપિલે બે માસા સેના સંબંધી પિતાની જે હકીક્ત હતી, તે જેવી હતી તેવી જ રાજાને કહી દીધી. એના સારા નસિબે રાજાએ એની સાચી હકીક્તને સાચી માની.
આપણી સાચી પણ હકીકત બીજાને સાચી ન લાગે, એવું પણ બને. એકની સાચી હકીકત છેટી લાગે અને બીજાની ખેટી હકીકત સાચી લાગે, એવું પણ બને. સંસારમાં તે, દરેક અનુકૂળતા-પ્રતિકૂળતામાં પુણ્ય-પાપને સંબંધ ખરેજ.
રાજાને કપિલે કહેલી સાચી હકીકત સાચી લાગી, એટલે રાજાના હદયમાં કપિલ પ્રત્યે દયાભાવ પેદા થયે. રાજાને કપિલ ઉપર એટલી બધી દયા આવી ગઈ કે તારી જે માગવાની ઈચ્છા હોય, તે તું માગી લે” એમ રાજાએ કપિલને કહ્યું.
જ્યાંથી દંડ પામવાની સંભાવના હતી, ત્યાંથી જ કપિલ દયા પામ્યો અને દાન પામવાના સુંદર સંગમાં મૂકાય.
કપિલે કહ્યું કે હું વિચાર કરીને માગીશ.”
અને રાજાને એ પ્રમાણે કહીને, કપિલ “રાજાની પાસે શું માગવું?”—એ સંબંધી વિચાર કરીને નિર્ણય કરવાને માટે,