________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૮૩ પ્રયત્ન અને જે દિશાને પ્રયત્ન કરી રહ્યો છું, તે મારે પ્રયત્ન ઊલટો છે અને ઊલટી દિશાએ છે. જે આટલું પણ સમજાઈ જાય, તો એને “કર્મના બન્ધનથી મુક્ત બનવું, એ જ સઘળા ય દુઃખના નિવારણને અને સઘળાં ય સુખના સંપાદનને સાચો ઉપાય છે”—એમ લાગે; અને એથી એ પણ શેઠે કે મારે કર્મના બન્ધનથી મુક્ત બનવાને માટે કે પ્રયત્ન કરવું જોઈએ?” પણ જગતના જીવોને મોટે ભાગ લગભગ મૂઢ જે જ બનીને પ્રવર્તી રહ્યો છે અને એથી જ સધર્મના સદુપદેશે પણ જેવા સફલ નિવડવા જોઈએ તેવા સફલ નિવડતા નથી. આવે આપત્તિ ને મળે સંપત્તિ-એમે ય બને?
કપિલને તે જે દુઃખ આવ્યું છે, તે દુઃખ પણ સુખને માટે જ આવ્યું હોય, એવું બન્યું છે. દુઃખ એના પાપના ઉદયે જ આવ્યું છે એમાં બે મત ન હોઈ શકે, પરંતુ એનું એ પાપ પાપાનુબંધી નહિ પણ પુણ્યાનુબંધી હોય-એવા પ્રકારનું પરિણામ આવ્યું છે. તમને કહ્યું હતું કે-“પાપાનુબંધી પુણ્ય કરતાં તે પુણ્યાનુબંધી પા૫ સારું” અને એ વાતને તમને અહીં સાક્ષાત્કાર થશે. દેખીતી રીતિએ કપિલને માટે કેવી વિષમ સ્થિતિ આવી પડી છે? ભણવાનું ય જાય, ભેગેય જાય અને અપયશ થાય તથા અનેકવિધ આપત્તિઓ ખડી થઈ જવા પામે. કોટવાલેએ કપિલને જેમ ચેર માનીને પકડ્યો, તેમ રાજા પણ જે એને ચાર માની લે અને ચેર માનીને એને શિક્ષા કરે, તે એથી કપિલ કેવી હાલતમાં મૂકાઈ જાય? પણ આ બધા ય સંગોમાંથી કપિલ ઉગરી જાય છે. કપિલ આ બધી આપત્તિ