________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૮૧
અગર તે કહી શકાય નહિ. કશે જ સ્વાર્થ ન હેત, તે એ દયા ભાવ મનાત. દયાના ભાવમાં માત્ર દુઃખ જોવાય છે, પણ કોનું દુઃખ એ જોવાતું નથી. કપિલ પકડાયે ઃ
હવે એ દાસી મધ્ય રાત્રિએ કપિલને પેલા ધન શેઠના ઘર તરફ રવાના કરે છે અને કપિલ જાય છે પણ ખરે, કારણ કે-એ ય દુઃખી છે અને બન્ને ય પિતપતાના દુઃખના નિવારણને ઝંખી રહેલ છે. દાસી પાસે દ્રવ્ય નથી એ માટે એ દુઃખી છે અને કપિલ દાસી દુઃખી છે એટલે તેણુના દુઃખને નહિ સહી શકવાથી દુઃખી છે.
કપિલ મધ્ય રાત્રિએ ધન શેઠના ઘર તરફ જવાને માટે રવાના તે થયો, પરંતુ રસ્તામાં તેને કેટવાલાએ પકડ્યો. કપિલને ખબર નથી કે સવાર નથી થવા આવી, પણ મધ્યત્રિને સમય છે.” એ તો સમજે છે કે-હમણાં રાત્રિ પૂરી થશે અને સવાર થશે.” “જે સવાર થઈ ગઈ, તે હું ધન શેઠનું દાન નહિ મેળવી શકું”—એ વાતની એને ભારે બીક છે. આથી નિર્જન એવા રસ્તા ઉપર તે વેગથી ચાલ્યા જાય છે. એને એમ વેગથી જાતે જોઈને, રસ્તામાં રક્ષા કરવાને માટે રેન મારતા રક્ષક કેટવાલોને લાગે છે કે-આ કેઈ ચાર છે અને એમ એને ચોર સમજીને તેઓ પકડી લે છે.
સવાર થતાં, રક્ષકોએ એને રાજા પ્રસેનજિતની પાસે રજૂ કર્યો. રાજાએ પૂછવાથી, તેણે બે માસા સેનું લેવા જવાને માટે તે કેમ અને ક્યાં જતા હતા, તે બધી ય હકીકત અથેતિ કહી સંભળાવી.