________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૭૯ પુરુષમિત્ર પ્રત્યે નથી થતું, તેટલું આકર્ષણ સ્ત્રીમિત્ર પ્રત્યે થાય છે. એ વિજાતીય સંબંધના રાગને જ એક પ્રકાર છે અને એ પ્રકારના રાગને પણ કામરાગ કહેવાય. યુવક-યુવતીઓના સંબંધથી, સંસર્ગથી, આજ કેટકેટલાં અનિષ્ટ જમ્યાં છે, એનું વર્ણન કરવું એ પણ મુશ્કેલ છે. આ તો તમે સાનમાં સમજી જાવ, એ પ્રકારે સૂચન કર્યું. દામીની ગરીબી :
અહીં કપિલ જેમ નિર્ધન છે, તેમ પેલી દાસી પણ નિર્ધન છે. દાસીપણું કરવા છતાં પણ, એને એને ગુજારે કરવામાં મુશ્કેલી નડે છે. આથી, તેણીએ પિતાની ઈચ્છા નહિ હોવા છતાં પણ, પિતાના નિર્વાહની અનુકૂળતાને માટે, અન્ય કોઈ પુરૂષને સેવવાને વિચાર કર્યો. આવો વિચાર પણ, એ દાસીએ કપિલથી છૂપાવ્યો નહિ. કપિલને તેણીએ કહ્યું કે “તમે જ મારા પ્રાણનાથ છે, પણ તમે નિર્ધન છે, એટલે મારે મારા જીવનનિર્વાહને ખાતર બીજા પુરૂષને સેવવો પડશે.” કપિલે એમાં અનુમતિ આપી. કપિલની સાથે એને સંબંધ તે ચાલુ રહ્યો. દાસીના દુઃખે દુઃખી પિલ:
અન્ય પુરૂષને સેવવાથી, એ દાસીને ગુજારે તે થતો રહ્યો, પણ ગરીબી તે ઉભી ને ઉભી જ રહી. એક વાર કપિલ જ્યારે એ દાસીની પાસે ગયે, ત્યારે કપિલે તેને ઘણા ખેદવાળી જેઈને ખેદનું કારણ પૂછ્યું. દાસીએ કહ્યું કે
આ નગરમાં અમુક દિવસે દાસીઓને ઉત્સવ થાય છે. દાસીઓના ઉત્સવને એ દિવસ હવે દૂર નથી, આવતી