________________
૧૮૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને કાલે જ છે અને મારી પાસે પુષ્પપત્રાદિને ખરીદી લાવવાને માટે જેટલું દ્રવ્ય જોઈએ, તેટલું દ્રવ્ય પણ નથી. પુષ્પપત્રાદિ વિના હું દાસીઓમાં વગેવાઈ જઈશ અને એથી મારી હાલત. કેવી થશે, એની જ મને ચિન્તા થાય છે.”
કપિલ પણ એ દાસીના દુઃખે એટલે બધે દુઃખી થઈ ગયે કે–અધીરજથી તે મૂઢ અને મૌન બની ગયે.
કપિલને એ દુઃખી થઈ ગયેલે જોઈને, દાસીએ કહ્યું કે–“તમે ખેદ કરે નહિ. એક ઉપાય છે. આ નગરમાં ધન નામને જે શેઠ છે, તે જે કઈ એને રાત્રિ પૂરી થતાંની સાથે જ જગાડે છે, તેને બે માસા જેટલા સેનાનું દાન દે છે. તમે આજની રાત પૂરી થતાં પહેલાં જ એ શેઠને ઘેર જજે અને કલ્યાણ રાગમાં મધુર ગીત ગાજે.” આને દયા ન કહેવાય?
કપિલને પણ એ સૂચના ગમી ગઈ અને કપિલે તેમાં કરવાની તત્પરતા બતાવી. આ પણ કામરાગને જ પ્રકાર છે. આમાં દયા નથી. દાસીના દુઃખનું નિવારણ કરવાની ઈચ્છા છે અને તેમ છતાં પણ આ દયા નથી. જેમ પહેલાં વાત થઈ ગઈ કે–ભણતર માટેની જ પ્રેરણા છતાં એ જ્ઞાન પ્રેમ નથી. તેમ અહીં દાસીન દુઃખના નિવારણની તીવ્ર ભાવના હેવા છતાં પણ, આ દયા નથી. કેમ? દુઃખના નિવારણની જે ઈચ્છા છે, તે કામરાગમાંથી જન્મેલી છે માટે! એ દુઃખ પિતાની રાગપાત્ર દાસીનું હતું માટે ડંખતું હતું અને એ દુઃખ પિતાની રાગપાત્ર દાસીનું હતું માટે જ એ દુઃખના નિવારણની ઈચ્છા જન્મી હતી, એટલે એમાં દયા છે–એવું માની