________________
૧૮૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો
લેકે પ્રાયઃ મૂહની જેમ પ્રવર્તી રહ્યા છે. માટે સદુધર્મના
સદુપદેશે જોઈએ તેવા ફળતા નથી : વિચાર કરે કે-કપિલ ઘેરથી નીકળ્યો હતે શા માટે? દુઃખના નિવારણ માટે જ ને? નીકળ્યો હતો દુઃખના નિવારણને માટે અને નવું દુઃખ પેદા થઈ ગયું. કર્મની ગતિ આવી વિચિત્ર છે. દુઃખના નિવારણને સૌ ચાહે છે; દુઃખના નિવારણના આશયથી સર્વે પ્રયત્નશીલ પણ છે; પરન્તુ દુઃખના નિવારણના અને સુખના સંપાદનના આશયથી જે કઈ પ્રયત્ન કરે, તે બધાનું દુઃખ જાય જ અને તે બધાને સુખ મળે જ
એવું બનતું નથી. એ પ્રયત્નથી, દુઃખ જવાને બદલે પિતાનું જે કાંઈ થોડું-ઘણું સુખ હેય તે પણ જાય અને દુઃખમાં વધારે જ થાય, આવું પણ ઘણું બને છે. આવાં ઉદાહરણ આંખ સામે બનવા છતાં પણ અને આવા પ્રકારને પોતાને પણ વારંવાર અનુભવ થતો હોવા છતાં પણ, જેઓ કર્મની સત્તાના અસ્તિત્વને માનવા ઈન્કાર કરે છે, તેઓ ગમે તેટલા બુદ્ધિશાલી હોય, પરંતુ સમ્ય વિચારણાને માટે તે તેમની બુદ્ધિ કુંઠિત જ થઈ ગયેલી છે-એમ કહેવું પડે. એ જ રીતિએ, જેઓ કર્મની સત્તાના અસ્તિત્વને માનવા ઈનકાર કરતા નથી અને તેમ છતાં પણ જે લોકે પિતા ઉપરની કર્મની સત્તાથી મુક્ત બનવાને ઈચ્છતા નથી, તેઓની કર્મસત્તાના અસ્તિત્વ સંબંધી માન્યતા પણ પાંગળી જ છે. માણસ જે માત્ર પોતાના પણ અનુભવો સંબંધી વિચાર કરે અને બુદ્ધિનો સદુપયોગ કરે, તો પણ તેને લાગે કે–અત્યારે હું દુઃખના નિવારણને માટે અને સુખના સંપાદનને માટે, જે પ્રકારને