________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૫૭
અર્થાત્ જયકુંજરને પણ “સમુન્નત” એવા વિશેષણથી નવા
છે. “જયકુંજરની જેમ”—એમ કહેવાને બદલે, ટીકાકાર મહર્ષિ જ્યારે “સમુન્નત જયકુંજરની જેમ”—એ પ્રમાણે વર્ણન કરે છે, ત્યારે એમાં પણ કેઈક વિશેષતા અવશ્ય રહેલી છે. વિશેષણ હંમેશાં વિશેષતાને જ સૂચવનારું હોય. જે વિશેપતાને સૂચવે નહિ, તે વિશેષણ નહિ. “જયકુજર” કહેવાથી, દરેક જયકુંજરમાં દરેક અવસ્થામાં જે કાંઈ ઘટી શકે તેમ હોય, તેને સંગ્રહ તે થઈ જાય છે, પરંતુ “સમુન્નત” વિશેષણ દ્વારા કયી વસ્તુને વિશેષ સંગ્રહ કરવામાં આવે છે, એ વાત વિચારણા માગે છે. “શબ્દના અનેક અર્થો થાય છે –એ નિયમાનુસાર, સમુન્નત શબ્દના પણ અનેક અર્થો થાય છે, પરંતુ અહીં સમુન્નત વિશેષણથી કયે ભાવ લે જોઈએ, એને વિચાર કરવો પડે. શબ્દના અનેક અર્થો થાય છે, માટે જ્યાં જ્યાં જે જે શબ્દનો પ્રયોગ કરાય હેય, ત્યાં ત્યાં તે તે શબ્દના બધા અર્થોને લાગુ કરી શકાય અગર તે ગમે તે અર્થને લાગુ કરી શકાય, એવું છે જ નહિ. શબ્દને અર્થ કરતાં, તેના ભાવને પકડતાં, તેનું સ્થાન જેવું જ પડે. શબ્દના સ્થાનને જોઈને જે શબ્દનો અર્થ કરાય, તો તે શબ્દના વક્તાના આશય અનુસારને અર્થ થાય. સમુન્નતને ઉત્તમ અર્થ સ્થાને નથી ?
અહીં “સમુન્નત” શબ્દને એક મહાશયે “ઉત્તમ” એ અર્થ કર્યો છે. ટીકાકાર મહર્ષિએ જે “સમુન્નત જયકુંજરની જેમ એવું વર્ણન કરવાને બદલે, “સમુન્નત કુંજરની જેમ” એવા પ્રકારે વર્ણન કર્યું હતું, તે તે અહીં