________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૬૫ વિગેરેને સમજી શકે છે, પણ જેને પ્રકૃષ્ટપણે બંધ થયેલો હોય છે, તે જ પદની પદ્ધતિમાં રહેલી વિશેષતાઓને કે ઉણપને સમજી શકે છે. આથી જ અહીં “પ્રબુદ્ધ” એવું વિશેષણ “જન” શબ્દની પૂર્વે મૂકવામાં આવ્યું છે. હિતકારી પણ સમજાય તેવું કહેવાય?
તમે એવા ભણેલા નથી, કે જેથી તમને સમજાવવામાં આવે તે પણ પદપદ્ધતિના લાલિત્યમાંથી લૂંટી શકાતે જે આનન્દ, તે આનન્દને લૂંટીને તમે તમારા મનનું રંજન કરનારા બની શકે. તમે જે એવા ભણેલા હતા, તે તે આ શ્રી ભગવતીજી સૂત્રમાંનાં જુદાં જુદાં થોડાંક વાક્યોને લઈને, તેમાં ક્યા પદ પછી ક્યા પદને ગોઠવીને તેમ જ કયાં ક્યાં અલંકારાર્થક અવ્યયે મૂકીને વાક્યરચનાની લલિત કલાને કેવી રીતિએ ખીલવવામાં આવેલી છે, એ બતાવવાનો પ્રયાસ કરવામાં આવત. એવા શ્રોતાઓની સમક્ષ જ એ પ્રયાસ કરવું જોઈએ. વક્તા એનું નામ, કે જે શ્રોતાઓને સમજાય તેવું અને સમજાય તેવી રીતિએ શ્રોતાઓના હિતને કરનારું કથન કરે. લલિત પદપદ્ધતિ એવી પણ હોઈ શકે છે, કે જેનું લાલિત્ય સામાન્ય પ્રકારના શ્રોતાજનોને પણ આનન્દ આપી શકે. ભેંસ આગળ ભાગવત :
તમને શ્રી સિદ્ધસેન દિવાકરવાળા પ્રસંગનો ખ્યાલ તો હશે. ગુરૂ મહારાજની સાથે જ્યારે તેમને પહેલવહેલો વાદ થયે, ત્યારે શું થયું હતું? શ્રી સિદ્ધસેન દિવાકર હાર્યા હતા, પણ તે શાથી? શ્રી સિદ્ધસેન દિવાકર કાંઈ સાધારણ કટિના વિદ્વાન નહોતા. એ જેમ સમર્થ વિદ્વાન હતા, તેમ સમર્થ