________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૬૩ મહર્ષિ કહે છે કે–સમુન્નત જયકુંજરની ચાલ જેમ લલિત છે, તેમ શ્રી ભગવતીજી સૂત્રમાં પદની જે પ્રકારે જના કરાએલી છે, તે યાજના લલિત છે. પદે લલિત છે એમ નહિ, પણ પદપદ્ધતિ લલિત છે. વાસ્તવિક રીતિએ, કેઈ પણ પદમાં
સ્વતન્ત્રપણે પદલાલિત્ય હઈ શકતું જ નથી. પદલાલિત્ય નિષ્પન્ન થાય છે, પદપદ્ધતિ લલિત હોય તો! તમે કઈ પણ પદ એકલું બોલે, તો તેમાં લાલિત્ય શું આવે? કાંઈ જ નહિ; પણ તમે જે ભિન્ન ભિન્ન પદોને સુન્દર પ્રકારે જીને બેલ, તો એ લલિત પદપદ્ધતિને અંગે સઘળાં ય પદોમાં લાલિત્યનું આરે પણ કરી શકાય. એટલે સમજવાનું એ છે કે આ શ્રી ભગવતીજી સૂત્રમાં જે કાંઈ કહેવાયું છે–એની વાત તો પછીથી, પરંતુ આ શ્રી ભગવતીજી સૂત્રમાં જે કહેવાયું છે, તેને કહે વાની પદ્ધતિ પણ લલિત છે! તમે જ્યારે કહેવાએલી વાતેના ભાવને સમજશે અને એથી તમે આનંદિત થશે–એ વાતને તો વાર છે, પરંતુ આ સૂત્ર એવું છે કે–તમે વાંચવા માંડે, તેની સાથે જ તમને આ સૂત્રમાં વપરાએલા પદેની યોજના આનંદ આપ્યા વિના રહે નહિ એવી છે, એમ ટીકાકાર મહર્ષિ ફરમાવે છે. સૂત્રના ભાવને પામીને તે, મનનું રંજન થવાનું જ છે; પણ આ સૂત્રમાં પદેને જે પદ્ધતિએ ગઠવીને વાત કહેવાઈ છે, તે પદપદ્ધતિ પણ મનનું રંજન કરે એવી છે. પદપદ્ધતિ લલિત હોવા છતાં પણ તે પ્રબુદ્ધ જનેના
મનનું રંજન કરી શકે છે: આ પદપદ્ધતિ મનનું રંજન કરે એવી લલિત તો છે જ, પણ શું આ પદપદ્ધતિ સૌના મનનું રંજન કરે એવી છે ?