________________
જો ભાગ–શાસ્રપ્રસ્તાવના
૧૭૩
જોઇને, એને પણ રડવું આવી જાય છે. એ પણ રડવા લાગે છે. સ્નેહીજનાને રડતા જોઈ ને, સ્નેહવાળાઓને ઝટ રડવું આવી જાય છે. તેમાં ય, બાળકો જો પેાતાનાં માતા-પિતા કે ભાઈ-બેનને રડતાં જૂએ છે, તા પ્રાયઃ તરત જ પાતે પણ રડવાનું શરૂ કરી દે છે! માહના પ્રભાવ કેટલે ઉંડે પહોંચેલા છે, એ તા જૂએ ! કારણ જાણે નહિ અને બીજું કાંઈ ખાસ સમજી શકે નહિ, તે પણ પેાતાના સ્નેહીઓને રડતા જોઇને રડવા મંડી જાય !
કપિલે રડવા માંડયું તે પણ તેની માતા રડતી છાની રહી નહિ, એટલે તેનાથી પેાતાની માતાનું રૂદન ખમાયું નહિ. તેણે પોતાના હાથથી માતાના મુખને ઉંચું કર્યું અને તેને પૂછ્યું કે તમે શા માટે રડો છે ? ’
માતાએ તેને પેલા બ્રાહ્મણ પુરાહિતને ફરતા અતાન્યા અને કહ્યું કે- બેટા ! એક વખત એવા હતા, કે જે વખતે તારા પિતા પણ આના જેવી જ સમૃદ્ધિ ભાગવતા હતા. એ વાત મને યાદ આવી અને એથી મને રડવું આવ્યું. તેં જ્યારે તારા પિતાના જેવા ગુણાને ઉપાય નહિ, ત્યારે આ સમૃદ્ધિ આ બ્રાહ્મણને પ્રાપ્ત થઈ. પિતાની સમૃદ્ધિને નિર્ગુણી પુત્રા રાખી શકતા નથી.
સંપત્તિનું કારણ ગુણ કે પુણ્ય ?
યશા બ્રાહ્મણીનું આ કથન સાચું છે, પણ તે એકદેશીય સત્ય છે. દુન્યવી સમૃદ્ધિ વસ્તુતઃ ગુણને આધીન નથી, પણ પુણ્યાયને આધીન છે. મહા ગુણવાન એવા પણ પુત્રાની, પિતાએ આપેલી મેાટી પણ સંપત્તિ ચાલી જાય—એવું પણ