________________
૧૭૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને ઘણીવાર બનેલું જોવાય અગર તે જણાય છે. દુન્યવી સમૃદ્ધિ જો ગુણને જ આધીન હોય, તે નિર્ગુણ અથવા તે દુર્ગુણ એવા કેઈની ય પાસે સંપત્તિ નહિ હોવી જોઈએ, જ્યારે અત્યારે જેઓ મેટા સંપત્તિશાલિઓ ગણાય છે, તેમાં ગુણવાને ઘણા થોડા છે અને નિર્ગુણ અથવા દુર્ગુણી ઝાઝા છે. ગુણને સંપત્તિનું પણ કારણ કહેવું હોય, તો એ રીતિએ કહેવાય કે-ગુણ જેનામાં હોય, તે પુણ્ય બાંધે અને પુણ્યના ઉદયે સંપત્તિની પ્રાપ્તિ થાય. બાકી, વ્યવહારથી એમ કહેવાય કે–પિતાની સંપત્તિને પુત્રો ગુણવાન હોય તે જ સાચવી શકે છે.
માતાએ કપિલને એ પ્રમાણે કહ્યું, એટલે કપિલે માતાને કહ્યું કે-“તે હું પણ ગુણને અર્થી બનીને હવે અભ્યાસ કરું.”
માતા કહે છે કે “તારી ઇચ્છા તે સારી છે. તું જરૂર ભણ, પણ આ ગામમાં તને ભણાવશે કેણ? કારણ કેઅહીંના બધા ય લેકે તારા પ્રત્યે ઈર્ષાવાળા છે. તારે જે ભણવું હોય, તે તું શ્રાવસ્તી નગરીએ જા. ત્યાં ઈન્દ્રદત્ત નામે તારા પિતાના મિત્ર રહે છે. એ સર્વ શાસ્ત્રના વેત્તા છે. તું. એમની પાસે ભણવાને જઈશ, તો તે તને પિતાના પુત્ર જે. માનશે અને પિતાની જેમ પ્રસન્ન થઈને કળાપૂર્ણ બનાવશે.” એ જ્ઞાનપ્રેમ નથી ?
માતાને પુત્રને ભણાવવાની કેટલી બધી હોંશ છે? નાની ઉંમરના પણ છોકરાને એ, ભણતર ખાતર પરગામે અને પરગૃહે જવાની સલાહ આપે છે. પરંતુ વિચારવા જેવી બાબત એટલી જ છે કે આ જ્ઞાનને પ્રેમ છે કે બીજી કોઈ વસ્તુને પ્રેમ છે? વાત ભણાવવાની છે, મહેનત ભણાવવાની છે, પણ,