________________
ખીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૭૧
પૂર્વસંચિત ઘણાં અશુભ કર્મોની નિર્જરાને સાધે છે તેમ જ એવા સમયે તેમને જે બંધ થાય છે, તે પણ પુણ્યાનુબંધી પુણ્યના બંધ થાય છે.
કર્મના અન્યને તેડવાના પુરૂષાર્થ કરવા જોઇએ :
કર્મના અન્ધનમાં પડેલા એકે એક આત્માએ આ વાત અવશ્ય લક્ષ્યમાં લેવા જેવી છે. કર્મના અન્ધનમાં પડેલા આત્માએ, સૌથી પ્રથમ તેા એ વાત ઉપર લક્ષ્ય આપવા જેવું છે કે–મને જે કાંઈ સુખની કે દુ:ખની સામગ્રી પ્રાપ્ત થાય છે, તે મારા શુભાશુભ કર્મથી જ પ્રાપ્ત થાય છે અને એ શુભાશુભ કર્મના કર્તા બીજો કેાઈ નથી, પરન્તુ હું પોતે જ છું. આથી, મારે મારૂં કરેલું ભાગવવું, એમાં રાજી થઇને કે નારાજ થઇને પણ ઘેલા બનવા જેવું શું છે ? મારે માટે ચિન્તા કરવા લાયક જો કાઈ પણ વસ્તુ હાય, તા તે એ છે કે‘મારૂં સુખ વર્તમાનમાં મારાં કર્મોને આધીન છે. સુખ, એ તે મારા સ્વભાવ છે. એ સ્વભાવના ભાગવટામાં અન્તરાય કરનારૂં મારૂં કર્મબન્ધન છે. આથી, મારે મને મળેલી અગર તા મને મળતી સુખની કે દુ:ખની સામગ્રીમાં નથી રાચવા જેવું કે નથી રડવા જેવું. મારે તા, ગમે તેવી સામગ્રીના યેાગ પ્રાપ્ત થયા હાય તેા પણ, મારા પુરૂષાર્થને ફારવીને મારા કર્મબન્ધનને છેદવાના પ્રયત્ન કરવા એ જ કરવા લાયક છે. મારે મારા કર્મબન્ધનના છેદ કરવે હાય, તે મારાં કરેલાં જે જે શુભ કર્મો કે અશુભ કર્માં ઉદયમાં આવે, તે કર્માએ સર્જેલી સ્થિતિને સમભાવે નિર્વાહ કરી લેવા જોઇએ અને તેની સાથે જ કર્મના સંવરને માટેના તથા કર્મની નિર્જાને