________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૬૯ વિગ્ય હોય તેવી જ પદપદ્ધતિને લલિત પદપદ્ધતિ કહેવાય
એવું પણ નથી અને જે પદપદ્ધતિ વિદ્રોગ્ય ન હોય એટલે કે સામાન્ય જનભાગ્ય પણ હોય તે પદપદ્ધતિમાં લાલિત્ય નથી એવું પણ કહેવાય એવું નથી. વિદ્વજનભાગ્ય પદપદ્ધતિ અને લલિત પદપદ્ધતિ–એ બન્ને ય ભિન્ન ભિન્ન વસ્તુઓ છે. પદપદ્ધતિ લલિત હોય અને તેમ છતાં પણ તે સામાન્ય જનેના મનનું પણ રંજન કરે તેવી હોય, એ વાતના સમર્થનમાં શ્રી કપિલ નામના કેવલજ્ઞાની મહષિનું પણ ઉદાહરણ આપી શકાય એવું છે. શ્રી કપિલ નામના કેવલજ્ઞાની મહર્ષિનું એ ઉદાહરણ, જેમાં પણ ઘણાઓથી અજાણ્યું હશે. કેવલજ્ઞાની મહર્ષિ શ્રી કપિલના ઉદાહરણમાંથી તમને ઘણું બધ મળી શકે તેમ છે, એ દષ્ટિને પ્રધાન બનાવીને, અત્રે એ ઉદાહરણ શરૂ કરવામાં આવે છે. ચશા બ્રાહ્મણનું રૂદનઃ
શ્રી કપિલ નામના કેવલજ્ઞાની મહર્ષિને વૃત્તાન્ત એવા પ્રકારને છે કે-કૌશામ્બી નગરીમાં જિતશત્રુ રાજાને કાશ્યપ નામે એક બ્રાહ્મણ પુરોહિત હતા. તેની પત્નીનું નામ યશા હતું. તેમના દામ્પત્યથી જે પુત્ર ઉત્પન્ન થયે, તેનું કપિલ એવું નામ રાખવામાં આવ્યું. - કપિલ હજુ તો નાની વયને જ હતું, ત્યાં તો તેના પિતાનું મૃત્યુ થઈ ગયું અને એથી તે અનાથ થઈ ગયો. કપિલ બાળક હોવાથી, જિતશત્રુ રાજાએ તેને અનાદર કર્યો અને કાશ્યપ પુરોહિતના પદે બીજા બ્રાહ્મણને સ્થાપી દીધે.
હવે એક દિવસ એવું બન્યું કે કપિલના પિતા કાશ્યપની