________________
૧૭૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
જગ્યાએ જે બ્રાહ્મણને રાજાએ પુરાહિતપદે સ્થાપિત કર્યાં હતા, તે બ્રાહ્મણ નગરમાં ફરતા કાશ્યપ પુરોહિતની પત્ની અને કપિલની માતા યશાના જોવામાં આવ્યેા. તે વખતે એ બ્રાહ્મણ નાચતા ઘેાડા ઉપર બેઠેલા હતા અને તેના માથે રાજાએ આપેલું મોટું છત્ર હતું. એ બ્રાહ્મણને એ પ્રમાણે ગેલ કરતા જોવાથી, યશા બ્રહ્મણીને પોતાના મૃત પતિની સમૃદ્ધિ યાદ આવી અને એથી તે રૂદન કરવા લાગી.
કર્મોના ઉદયને સમભાવે વેઢા :
જો યશા વિવેકી અને ધીરજવાળી હોત, તે આમાં રૂદન કરવા જેવું કાંઈ હતું જ નહિ. સંસારમાં સૌને પોતપેાતાનાં જ કરેલાં શુભાશુભ કર્મોને ભેાગવવાનાં હોય છે. ઉન્મત્ત બનીને ભાગવા, રડીને ભાગવા કે સમતાથી ભાગવા, પણ ઉદયમાં આવેલાં કૉને ભાગવવાં તે પડે જ ! અવિવેકી અને અધીર આત્માએ શુભ કર્મોના ઉડ્ડયને ઉન્મત્ત બનીને તથા અશુભ કર્મોના ઉદયને દીન બનીને ભાગવે છે, જ્યારે વિવેકી અને ધીર આત્માએ શુભ કર્મોના ઉડ્ડયની જેમ અશુભ કર્મોના ઉદયને પણ સમતાથી ભાગવે છે. આમ શુભાશુભ કર્મોના ઉડ્ડયને ભાગવે છે તે બધા, પરન્તુ જેએ શુભ. કર્મના ઉદ્દય સમયે ઉન્મત્ત અનીને તથા અશુભ કર્મના ઉદય સમયે દીન બનીને દુર્ધ્યાનપૂર્વક એ કર્મોને ભાગવે છે, તે તે સમયે બીજાં ઘણાં અશુભ કર્મોને ઉપાર્જે છે; જ્યારે જે પુણ્યાત્માએ પેાતાના શુભ કર્મના ઉદયને કે અશુભ કર્મના ઉદયને સમભાવે વેદે છે, તે પુણ્યાત્મા તે સમયે પેાતાનાં