________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
કવિ પણ હતા. ગુરૂ મહારાજની સાથે પહેલો વાદ, તેમને, એક ગામડાને નાકે ભરવાડોના ટોળા સમક્ષ થયો હતો. પિતાને પક્ષ તેમણે કાવ્યમય સંસ્કૃત ભાષામાં સ્થાપ્યો હતો. એમના કથનને સાંભળનારા જે વિદ્વાન હોય, તે એમનું માથું હાલી ઉઠે એવી લલિત પદપદ્ધતિથી અને સાથે સાથે વિદ્વાન સાંભળનારાઓને એમ લાગે કે આમનું આ ભાષા ઉપરનું પ્રભુત્વ ગજબનું છે-એવાં એવાં પદેની શ્રેણિથી એમણે પિતાના પક્ષને સ્થાપન કર્યો હતો, પણ એ એટલું ભૂલી ગયા કે અત્યારે હું વિદ્વાન સમક્ષ નથી બેસી રહ્યો, પણ ગામડીયા સમક્ષ બેલી રહ્યો છું” અને એટલા જ કારણસર, તેઓ જે કાંઈ પણ બોલ્યા, તે બધું “ભેંસ આગળ ભાગવત” એ કહેવતને ચરિતાર્થ કરનારું નિવડ્યું. પ્રબુદ્ધ જન એટલે વિદ્વાન અને અધિકારસંપન્ન એવા મુનિજનઃ
આથી જ, અહીં ટીકાકાર મહર્ષિએ ખૂલાસે કરી દીધે છે કે-શ્રી ભગવતીજી સૂત્રમાંની જે પદપદ્ધતિ છે, તે લલિત છે ખરી, પરંતુ તેનું લાલિત્ય, પ્રબુદ્ધ એવા જે જને, તેમનાં જ મનેનું રંજન કરનાર છે. “જન” શબ્દની પૂર્વે “પ્રબુદ્ધ” વિશેષણને મૂકીને, ટીકાકાર મહષિએ બહુ જ સારી અને બહુ જ અગત્યની સ્પષ્ટતા કરી દીધી છે. અહીં પ્રબુદ્ધ શબ્દથી “પદોના અર્થોને સમજી શકે તેમ જ પદોની ચાલને પણ સમજી શકે એ માણસ ”—એટલો અર્થ લેવા સાથે, “મોક્ષને અર્થ અને મોક્ષને માટે સાચા માર્ગે પ્રયત્નશીલ” -એવો અર્થ લેવાની પણ જરૂર છે. મોક્ષને અથી પણ હોય અને મોક્ષને માટે સાચા માર્ગે પ્રયત્નશીલ પણ હોય, તે છતાં.